જગનારે પતિ કરી અતિ કરુણા શુભ મતિ આપો. ૧/૧

પદ-૧/૧(રાગ થયા છો રે પતિ)
પદ-૨૭૪
 
જગનારે પતિ કરી અતિ કરુણા શુભ મતિ આપો. ટેક.
આપ ચરણનો સેવક ધારી સહાય કરો સુખધામ,
જાણી દાસ પુરો આશ અવિનાશ હરો ત્રાસ;
કોટિક ભવનાં પાપ અમારાં કમળાવર કાપો. જગના.૧
નામ તમારૂં નાવ અમારું જપિયે જીવન પ્રાણ,
અવતારી ગીરધારી સુખકારી દુઃખહારી;
ચિન્હ સહિત નિજ ચરણ કમળ મમ હૃદયકમળ સ્થાપો. જગના.૨
શરણાગત સુખધામ સદા છો ભકતવત્સલ ભગવાન,
હું તમારો છું બિચારો ન વિસારો નિજ ધારો;
નારણદાસના નાથ અમારાં પ્રજાળો પાપો. જગના.૩ 

મૂળ પદ

જગનારે પતિ કરી અતિ કરૂણા શુભ મતિ આપો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી