ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તેમાં હોય અપાર આસક્તિ; ૧/૧

પદ-૧/૧(રાગ :ચોપાઇ)

પદ-૨૯૫

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તેમાં હોય અપાર આસક્તિ;

અતિ જાણે પ્રભુનો પ્રતાપ, રતિ પાપ કરે નહિ આપ.૧

એવા સંતને શરણે જે જાય, તેનું કલ્યાણ કોટિક થાય;

એવા સંતને જે નમે પાય, તેતો અક્ષરધામમાં જાય.૨

એવા સંતને જે કરે રાજી, તે તો જીતી ગયા જગબાજી;

એવા સંતની જે કરે સેવા, તે તો પામે અક્ષરના મેવા.૩

એવા સંતનો જે મહિમાય, મોટા મોટા મુનિવર ગાય;

એવા સંતના શ્રી અવિનાશ, તેને નમે નારાયણદાસ.૪

મૂળ પદ

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તેમાં હોય અપાર આસક્તિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી