તારી મૂર્તિને ભેટીને ચૂમું જ્યારે સુખસાગર હૈયામાં રેલે મારે ૪/૪

તારી મૂર્તિને ભેટીને ચૂમું જ્યારે,
સુખસાગર હૈયામાં રેલે મારે;
સુખના ફુવારા રોમે રોમે,
મને ભાન નથી રહેતું ત્યારે...તારી૦ ૧
તારી કુમળી કીશોર કાયા રૂડી,
મારી પાતળિયાવર તું છો મૂડી;
હું તો રાત-દિવસ તને સંભારુ,
બીજુ કામ નથી વાલમ મારે...તારી૦ ૨
આ મૂર્તિ કયાંથી મળે મુજને,
હું તો પામી મહાસુખસાગરને;
કોણ નિકળે સાગર બારુ હવે,
છો સહજાનંદ ઘરબાર મારે...તારી૦ ૩
કહે જ્ઞાનજીવન તમે રીજયા બહુ,
તારી કરુણાને હું કેમ કહું;
તારું સુખડું તારું દીધુ મળે,
નવ મળે તે સાધન બળે કયારે...તારી૦ ૪

મૂળ પદ

તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી