કિંકર કે’છે અરે કુબુદ્ધિ આ મારગ ના જાણ્યોજી;૩/૪

પદ-૩/૪
પદ-૪૭૭
 
કિંકર કે'છે અરે કુબુદ્ધિ આ મારગ ના જાણ્યોજી;
મુઢમતિ આ મોહ કરીને માયા સુખને માણ્યોજી. 
જમપુરીને જુઠી જાણી મન માને ત્યાં મહાલ્યોજી;
સાધુની શિખામણ છોડી આડે મારગ ચાલ્યોજી.  
છોગાં મેલી છાંયા જુએ વરણાગીમાં વાંકોજી;
જાણી જોઇને રાંક રડાવે પર ધન લેવા પાકોજી. 
પરનારીમાં પ્રીતિ કરતો લાજ્યો નહિ લગારજી;
મદ્ય માંસનો આહારી પુરો ચોરીનો કરનારજી.   
એટલું કહિને જમના દૂતો મુશળ લઇને ધાયાજી;
દાસ નારાયણ કે;છે એની ભાંગી નાખી કાયાજી.  ૫ 

મૂળ પદ

અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી