રહે અંત સમયને ટાણે રે, એકજ સ્મરણ તમારૂં વિસરે નહીં જાણ અજાણે રે..૪/૧૧

રહે અંત સમયને ટાણે રે, એકજ સ્મરણ તમારૂં,
વિસરે નહીં જાણ અજાણે રે, .. એકજ સ્મરણ તમારૂં
આયુષ્યની અવધી ખૂટે, જીવનની દોરી તૂટે,
આ પ્રાણ દેહથી છૂટે રે..... એકજ સ્મરણ તમારૂં
આ અંત સમે અવિનાશી, આવો પ્રભુ અક્ષરવાસી,
સહજાનંદ સુખના રાશી રે, ... એકજ સ્મરણ તમારૂં
તમે અક્ષર પર અવતારી, સચ્ચિદાનંદ સુખકારી,
તેજોમય મૂર્તિ ધારી રે.... એકજ સ્મરણ તમારૂં
પ્રભુ ભક્તોના સુખદાતા, પ્રેમેથી અમૃત પાત,
મનમોહન ભાગ્યવિધાતા રે, ... એકજ સ્મરણ તમારૂં
અંત સમે એક જ રહે, સ્મરણ તમારૂ શ્યામ,
મનમોહન મુખથી રટું, સુંદર શ્રી ઘનશ્યામ.
સં. 2005 પોષ – શુદ- 6 – બુધવાર.

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

મળતા રાગ

જમોને જમાડુ રે જીવન મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી