દરદીનાં દર્દ ને જાણો રે, વૈદ તમે છો સાચા થયો રોગ અસાધ્ય પિછાણોરે ..૮/૧૧

દરદીનાં દર્દ ને જાણો રે, વૈદ તમે છો સાચા,
થયો રોગ અસાધ્ય પિછાણોરે.....વૈદ તમે
પીડા પાલું છું ભારે, દુ:ખ વધતું સાંજ સવારે,
નહીં શાંતિ ચિત લગારે રે.... .....વૈદ તમે
બહુ ઉપચારો મેં કીધા, હવે સઘળા મૂકી દીધા,
પ્રભુ શરણ તમારાં લીધાં રે.. .....વૈદ તમે
પુછશોમાં અમને કાંઇ, પુછવામાં શું પ્રભુતાઇ,
નહીં પુછો તોજ સવાઇ રે... .....વૈદ તમે
પ્રભુ ઔષધ એવું આપો, જે દૂર કરે પરિતાપો,
મનમોહન દર્દ ઉથપો રે... .....વૈદ તમે
વૈદ વિષારદ આપ છો, એક અનાદિ આપ,
મનમોહન દરદી તણાં, આવી જાણે હાથ.
સં - 2005 પોષ વદ - 6 ગુરુવાર

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી