હરિગુણ ગાતાં, દુર્જનીઆનો ધડક ન મનમાં ધારીએ;૧/૪

પદ ૧/૪ ૭૧૯
રાગ : સોરઠ
હરિગુણ ગાતાં, દુર્જનીઆનો ધડક ન મનમાં ધારીએ;
શિરને સાટે, શ્વાસો શ્વાસે સુંદરવર સંભારીએ. ટેક.
જે સાચું સ્મરણ આદરે, તેનો મુરખ માણસ દ્રોહ કરે,
તે ઉલટો નિજ શિર ભાર ભરે. હરિ ૧
જે સૂરજ સામી રજ નાખે, તે ઉલટી આવી પડે આંખે;
રવિ રોષ રાગ મન નવ રાખે. હરિ ર
એમ સમજી મન દ્રઢ રાખીખે, મુખ કાયરતા નવ ભાખીએ;
જે તન પ્રભુ પર વારી નાખીએ. હરિ ૩
જે તન મન ધન હરિચરણે ધરે, તેની સુંદર શ્યામ સાહ્ય કરે;
કહે મુક્તાનંદ તારે ને તરે. હરિ ૪

મૂળ પદ

હરિગુણ ગાતાં, દુર્જનીઆનો ધડક ન મનમાં ધારીએ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0