એવો હળહળતો કળયુગ આવ્યો રે અને જોજો એના રે ૧/૧

એવો હળહળતો કળયુગ આવ્યો રે,
અને જોજો એના રે.... એંધાણ.......  એવો..
ભોગને વિલાસ જીવતર ધોરીયાજીરે,
અને મરજાદ પહોંચી ગઇ પાતાળ... . એવો..
ફરજ ફસાણી રંગને રાગમાંજી રે,
અને અંતર ઉપજ્યાં શ્રૃંગાર...... એવો..
સદાચાર સપડાણો મોર ફાંસલેજીરે,
અને ધરમ ધાયો રસાતાળ..... એવો..
દુહિતા માતાને વધુ પુત્રની જીરે,
અને પ્રસવે સાથે સહુને...બાળ....  એવો..
નરને નારીએ મુદી આમનાજીરે,
અને રહ્યો નહિ કેને કેનો ભાર....  એવો..
કુંટુંબે ક્લેશ પૂરણ વાધીયાંજીરે,
અને સળગી ઉઠ્યાં ગૃહસંસાર...  એવો..
બેટાને ગમે નહિ બોલ્યું બાપનું જીરે,
અને વહુને સાસુની તકરાર.....  એવો..
સુખને સંતોષે અગની લાગીયાજીરે,
અને પ્રભુજી સુણજો પૂકાર.....  એવો..
ઉગારો મનમોહન કળીના કાળથી જીરે,
અને શ્રીજી દીન ના દયાળ....  એવો...
 
કળયુગનો આ કારમો, હળહળતો છે કાળ,
મનમોહન ઉગારજો, ભક્તતણાં પ્રતિપાળ.
સં. 2005 વૈશાખ શુદ 15 ગુરુવાર. મુ. રાજકોટ.

 

 

મૂળ પદ

એવો હળહળતો કળયુગ આવ્યો રે

મળતા રાગ

રામદે પીરના વિવાહની કંકોત્રી ના ભજનનો

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી