થયું સવાર ચાલ સખી જાઇએ નંદરાયને ફળીએ..૩/૪

થયું સવાર ચાલ સખી, જાઇએ નંદરાયને ફળીએ રે;

આ ટાણે આળસ મેલીને, હેતે હેતે હળીએ રે; થયું૦ ૧

જદુપતિ કેરે દર્શન જાતાં, ખાળે તોય નવ ખળીયે રે;

ગિરિધર સારુ ગાળ્યું ખાઇએ, આંગણિયે ટળવળીએ રે. થયું૦ ૨

અલબેલાને ઉઠ્યા જાણીને, ચરણ કમળમાં ઢળીએ રે;

ગુંથી હાર ગળે આરોપું, નવલ ગુલાબી કળીએ રે. થયું૦ ૩

જશોમતીને ઘેર જોરે જોરે, દળણું લેઇને દળીએ રે;

બ્રહ્માનંદ કહે જેમ તેમ કરીને, મોહનજીને મળીએ રે. થયું૦ ૪

મૂળ પદ

પ્રાત સમે મારા પ્રાણજીવનનું

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0