શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે ૧/૪

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે;
મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે.... ટેક૦
સુંદરતા જોઇ મુખની શશી સુર લજાઇ રે,
મુખ દેખાડી નવ શક્યા, વસ્યા ગગન જાઇ રે... શોભા૦ ૧
માન હર્યું મણિધરનું શિખા-કેશ કાળે રે,
અવની ઉપર રહી ન શક્યા, ગયા પાતાળે રે... શોભા૦ ૨
ચંચળ લોચન જોઇને, લજજા પામ્યાં તીન રે,
ખંજન કુરંગ વન વસ્યાં, જળે બૂડ્યાં મીન રે... શોભા૦ ૩
ચાલ ચતુરાઇ જોઇને ગજ કરે ધિક્કાર રે,
પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે... શોભા૦ ૪

મૂળ પદ

શોભાસાગર શ્યામ તમારી

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0