મારગ જાતાં મુજને ભાળીજી રે,
વનમાં રોકીરયા વનમાલી જીરે,
દાણ લીધા સારુ અતિ દુઃખ દીધુંજીરે,
નહીં કે'વાનું સરવે કીધું જીરે. ઢાળ
કીધું સરવે નવ કૈયાનું, લોક લજ્યા પર હરી,
વાટમાં મૈ વેરી નાંખ્યું, મારી કીધી મશકરી. ૧
માટ ભાંગ્યું મૈ તણું, મારો પાલવ ફાડ્યો ગોવાલીયે,
નખ લગાવ્યો છાંતી માંઇ, વશ કરી વનમાલીયે. ર
એવા દુઃખ દે છે ઘણા, તમ આગળ કે'તા લાજીયે,
અમે તમારું ગોકુલ મેલી, અરધ રાત્યે ભાજીએ. ૩
વેતારોકે વાટમાં, આવી બોલે વાંકા વેણનેં,
કૃષ્ણ કોયનું ક્યુ ન માને, સમજાવી કહો સેણને. ૪
જસોદાજીએ વાતમાં, તમે સમઝજો સારું નથી,
અમે તમારા દાસ દુરબલ, કરગરી કૈયે કથી. પ
લાડકવાયા લાલનેં, તમે કેદ્યમાં કરો કાનનેં,
દેવાનંદ કહે દિલ વિચારીને, તજો મોટપ્ય માનને. ૬