Logo image

હોરી ખેલે રસિક ઘનશ્યામ

૩૪૫ ૧/૧ રાગ હોરી
હોરી ખેલે રસિક ઘનશ્યામ. ટેક
કર પિચકારી ઉત્તમ ધારી, ચોપેથી ચલાવે શેડ્યો શરરરર. હોરી. ૧
પુર પંચાલે શ્રી વૃષ લાલો, ફેકેં છે ગુલાલ ખુબ ખરરરર. હોરી. ર
છેલ છબીલાનાં અજબ સોરંગી, ફરકે છે પટ પીળાં ફરરરર. હોરી. ૩
નિજ પદ ઠમકે ઝાંઝર ઝમકે, ઘમકે છે ઘુઘરીયો ઘરરરર. હોરી. ૪
રંગની ઝડીઓ તન પર પડીયો, કહે જગદીશ ઝરે ઝરરરર. હોરી. પ

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જગદીશાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
હોળી, રંગ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
સ્થળ :
પંચાળા
ઉત્પત્તિ:
એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં બીરાજે. એટલામાં ગામ કારીયાણીના દરબાર વસ્તો ખાચર આવ્યા. તેણે આવીને વિનંતી કરી કે હે મહારજ કારીયાણી અન્નકોટ કરવા પધારો એટલે દાદો ખાચર તથા મોટી બા કહે કે મહારાજ લક્ષ્મીબાગમાં વતાંક બહુ સારાં થયાં છે, માટે અહીં અન્નકોટ કરી તે મિષ્ટ વંતાક જમીને પછી કારીયાણી પધારો. એટલે મહારાજ કહે કે અમે અન્નકોટ તો કારીયાણી કરશું. કેમકે વસ્તા ખાચરને નિરાશ પાછા નહિ વાળીયે, એમ કહીને ચાલવા તૈયારી કરીને વર્ણીરાજ મુકુંદ બ્રહ્મચારી તથા મુકતાનંદસ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી,ગુણાતિતાનંદસ્વામી તથા શુકમુનિ વિગેરે સાધુ તથા દાદો ખાચર, સુરોખાચર, નાગમાલો, નાજા જોગીયા વિગેરે હરિભકતો તથા મોટીબા, લાડુબાં , રાજબાઈ ,રતીબા વગેરે બાઇઓ તથા બીજા કેટલાંક બાઈ ભાઈ હરિભકતોને સંઘાથે લઈને ગામ કારીયાણીએ પધાર્યા. ત્યાં દીવાળીનો મોટો મહોત્સવ કર્યો. અને દેશાંતરથી ભારે મોટા સંઘ પણ કેટલાંક આવેલા, અને પોતા આગળ એક મોટી દીપમાળા પુરી હતી, અને દીવના પ્રેમબાઈ ભારે પોશાક લાવ્યાં તે શ્રીજી મહારાજે અંગીકાર કરીને તુરત દીનાનાથ ભટ્ટને આપ્યો, અને બીજા દિવસે પોતા આગળ ભારે અન્નકોટ પુર્યો, ને સર્વે સંત-હરિભકતોએ ઝાંઝ મૃંદગ લઈ ભારે ઉત્સવ કર્યો. પછી તે અન્નકોટ પોતે જમીને તે પ્રસાદ સૌ હરિભકતોને જમાડયો. આવી રીતે કારીયાણીમાં અલૌકિક લીલા કરી તે સમયે ગામ પંચાળાના દરબાર ઝીણાભાઈ પણ મહારાજને પંચાળે લઈ જવાનો ઠરાવ કરી સોરઠ દેશના હરિભકતો સહિત તે ઉત્સવમાં આવ્યા હતા, તેથી ઝીણાભાઈને એવો દ્રઢ સંકલ્પ થયો કે આપણે પણ મહારાજને પંચાળામાં પધરાવીને આવો મહોત્સવ કરાવીએ તેને માટે મહારાજને પંચાળે લઈ જવાનો ઠરાવ કરીને પોતાની માતા ગંગાબા તથા પોતાની સ્ત્રી ઝવેરબા તથા પોતાના ભાઈ અનુપસિંહજી તથા તેમની સ્ત્રી પ્રાણબા તથા પોતાની બેન અદીબા તથા મયારામ ભટ્ટ તથા નારણ દવે, નરસિંહ મહેતા તથા લાડકી બાઈ આદી હરિભકતો સહિત ઝીણાભાઈએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી જે, મહારાજ પંચાળે આપ પધારીને આવો મહોત્સવ કરો, તે સંભાળી મયારામ ભટ્ટ કહે કે સોરઠ દેશના સર્વે સત્સંગી આપનાં દર્શનની વાટ જુએ છે. અને ઝીણાભાઈએ સર્વે સામાન તૈયાર કરી રાખ્યો છે, એટલે મહારાજ કહે 'બહુ સારૂ' એટલામાં સુરો ખાચર પોતાની સ્ત્રી શાંતિબા તથા તેમના પુત્ર નાથો ખાચર તથા ધનુબા ને વાલુબા એ બે પોતાની પુત્રીઓ સહિત આવીને મહારાજની પ્રાર્થના કરી, જે હે મહારાજ લોયે પધારો તે સાંભળીને મહારાજ વિચાર કરે છે કે આ બંને મારા પરમ ભકત છે ને મારે બનેનું પ્રિય કરવું છે એમ ધારીને મહારાજ કહે કે હું વિચારીને કહીશ, એમ કહીને ઉતારે પધાર્યા ને પોતાને પ્રિય એવા જે બે સદ્‌ગુરૂ બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તેમને બોલાવી કહે કે તમે બે જણ તે મારા નેત્રરૂપ છો માટે આ બંને હરિભકતોયે પ્રાર્થના કરી છે તેમાં પ્રથમ કોને ત્યાં જવું તે કહો, તે સાંભળીને તે બેય સદ્‌ગુરૂ મહા વિચક્ષણ ને સમય સુચક ને શ્રીજીના અભિપ્રયાને જાણનારા. તેણે જાણ્યું જે મહારાજને બેય ઠેકાણે જવાની મરજી છે. એમ જાણીને કહે કે, હે મહારાજ પંચાળે જવું તેતો લોયે નાગડકે થઈને જ જવાય અને પંચાળાનો રસ્તો જ એ છે માટે પહેલા લોયે જઈને પછી પંચાળે પધારવું એ બહુ જ ઉત્તમ છે તે સાંભળી શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને તે બન્ને સદ્‌ગુરૂની બુઘ્ધિને વખાણી, અને સુરાભકતને બોલાવીને કહે કે, તમે લોયે જાઓ, અને અમે કાલે આવશું એમ કહી ચાલતા કર્યા, જઈને ભારે ભારે રસોઈનો સામાન તૈયાર કરાવ્યો, અને ઝીણાભાઈએ પોતાના ભાઇ અનુપસિંહજી તથા મયારામ ભટ્ટજી વિગેરે સર્વેને ચાલતા કર્યા, આ બધી વાત ભગવદાનંદસ્વામીની મા રતીબા તેણે સાંભળી ને જીવુબા તથા લાડુબાને કહી.
 
                  મનહર છંદ
રતીબા સભામાં વાત સાંભળીને આવેલાં તે,
મોટીબા લાડુબાને બધી કહી બતાવે છે,
તે સુણીને બેય બેનો દાદોખાચર તે જયાં,
પુજામાં બેઠેલા ત્યાં જઈને સંભળાવે છે.
શ્રીજીને પંચાળે ઝીણોભાઈ લઈ ચાલ્યા તારા,
હાથમાંથી હીરો ગયો તે નજરે આવે છે,
કહે જગદીશાનંદ મોટીબા કહે કે દાદા,
શું બુઠો તું ધણણણણ ઘંટડી બજાવે છે.
તે સાભંળીને દાદો ખાચર સંભ્રમિત થઈ ઝટ પુજા કરીને ઉઘાડે માથે આવે છે, ત્યાં રસ્તામાં ઝીણોભાઈ મળ્યા તે દાદા ખાચરને કહે છે કે હે ભાઈ આમ ઉઘાડે માથે ઉતાવળા ઉતાવળા કયાં જાઓ છો અને હું તો તમને. નોતરૂં દેવા આવું છઉં, જે મહારાજ પાંચસે પરમહંસ સહિત હુતાશનીનો સમૈયો કરવા પંચાળે પધારે છે, માટે તમે તમારા કુટુંબ સહિત પંચાળે આવજો તે સાંભળીને ઉઘ્ધવજીના જેવા બુઘ્ધિમાન ઉત્તમ રાજા આ પ્રકારે કહે છે.
 
   ૩૩૮   ૧/૨                     રાગ ગરબી
ઉત્તમરાય ઉચરે વાણી ઝીણાભાઈને વખાણી. ટેક
જેમ મળે હનુમાન ગરૂડ બે ચાલતાં મારગ માંય,
એમ મળ્યા મારગમાં ઝીણાભાઈ ને ઉત્તમરાય,
મુખે વેણ માર્મિકના બોલે અભિપ્રાય ઉરના ખોલે...     ઉત્તમરાય
ડાપણવંત અત્યંત ઝીણાભાઈ તમે બહુ બુઘ્ધિવંત
સોરઠ દેશમાં સંમત પુછે રૈયત રાય પ્રજંત,
નવાબની રાજ કચેરી તમારી ત્યાં લાજ ઘણેરી...      ઉત્તમરાય
આવા બુઘ્ધિમાન છતાં પણ લેશ કર્યો ન વિચાર,
શ્રીજીને ટાઢમાં લૈ જવા તે કેદી ન આવે પાર.
સોરઠ છે દેશ પણ છેટે વળી દે ટાઢ ઝપેટો....        ઉત્તમરાય
આપણે બબે કેડીયાં પેરી ઉપર ઓઢીયે શાલ,
તેલ તંબોળ ને તાપીએ સગડી તોય તુટે છે ખાલ.
ચાલે આવી ટાઢમાં વાટે સાધુનાં તો ચામડાં ફાટે.     ઉત્તમરાય
કોમળ કૃપાનાથનું છે તન તેને વાશે બહુ ટાઢ,
મારગે ચાલતાં સંતને મોટા પગમાં પડશે વાઢ
પીડા થાશે પગમાં ભારે દેશે સૌ શાપ તે વારે.        ઉત્તમરાય
યોગ કળાથી કોમળ કાયા સંતની છે સુખદાઈ,
ત્યાગ વૈરાગ વિશેષ તેથી તે ઉને જળે નહિ નાય.
જયારે ટાઢે પાણીયે નાશે તયારે તો જીવડો જાશે.    ઉત્તમરાય
થર થર કાયા કંપશે તો પણ ગોદડી ઓઢશે નૈ,
ધ્રુજતા દેખી લોક કહેશે કોણ જાયે છે આને લૈ,
આવો કોણ પ્રેમી જાગ્યો કેડે કેમ સંતને લાગ્યો.      ઉત્તમરાય
અલ્પાહારી વિધવા બાઈયો સાંખ્ય યોગી કહેવાય.
કેમ ચાલી શકશે અણવાણી ટાઢ નહિં સહેવાય
બિચારીયો પામશે પીડા નાવે કેમ તમને વ્રિડાં     . ઉત્તમરાય
હેમંત સિંહ છે નામ તમારૂં સિઘ્ધ કર્યુ એ આજ,
હેમંતમાં હડબડશે સંતો બહુ ભારે કર્યુ કાજ,
હજી કાંઈ ચિત્ત વિચારો નહિ તો કેમ આવશે આરો.   ઉત્તમરાય
સંતને દુઃખી કરવા હોય તો લઈ પંચાળે જાઓ,
નહિ તો ચાલો ગઢડે ત્યાં ફુલદોળ સુધી રોકાઓ,
શિયાળો ઉતરી જાશે ચાલ્યાનું મહા સુખ થાશે .       ઉત્તમરાય
ત્યાં સુધી ગઢપુરમાં રહીને ઉન્મત ગંગા નાઓ
દઈ રસોઈયો સંત જમાડો લ્યો અલૌલિક લાઓ.
પુજો મહારાજને પ્રિતે સંભારોમાં ઘરને ચિત્તે.         ઉત્તમરાય
ઉદ્વવની પેઠે યુકિત લાવી બોલીયા ઉત્તમરાય,
મિત્ર થકી ઘર મિત્ર તણું તો ભિન્ન કદી ન ગણાય.
કહે જગદીશ વિચારી લડાવી છે યુકિત ભારી.        ઉત્તમરાય
 
૩૩૯    ૨/૨                     રાગ ધોળ
                 મોહનજીએ મોકલ્યું રે મોસાળું -એ રાગ
ઝીણોભાઈ ઉચરે સુણી આમ સુણો ઉત્તમરાય અકામ
અભિપ્રાય તમારો મે જાણ્યો, મુંથી લેશ નથી તે અજાણ્યો.            ઝીણો. ૧
તમે ભાવ ભિતરનો ખોલો છો, ચોખાં સ્વાર્થનાં વેણ બોલો છો.       ઝીણો. ર
કરો સંત સમાગમ નિત્ય, તોય પરમાર્થમાં નહિ પ્રીત.              ઝીણો. ૩
તમે ટાઢમાં પાડો છો નાજ, આવશે મિને બેશી મહારાજ.            ઝીણો. ૪
બારી બંધે ન વાયુ સંચરશે, પછે ટાઢ બિચારી શું કરશે.              ઝીણો. પ
સાધુ ચાલશે દિવસ ઉગે, નાહી ધોઈ ગાઉ પાંચ પુગે.                ઝીણો. ૬
જમે રસોઇ કરીને અચ્છી, ગાઉ ચાર ચાલે જમ્યા પછી.              ઝીણો. ૭
સંત ને શ્રીજીનાં દરશન, કરશે મારગમાં લાખો જન.                 ઝીણો. ૮
કૈકને તો પરભુ સમજાશે, તેનું પુન્ય કો કેટલું થાશે.                  ઝીણો. ૯
બાઇયોને તો માફામાં બેસારી, પહોંચાડીશ પ્રીત વધારી.         ઝીણો. ૧૦
ઉનાળાને વખાણો શું જાણી, જેમાં પીવા મળે નહિ પાણી.          ઝીણો. ૧૧
લાગે લુ અને માનવી મરે, એમાં જાત્રા તે શી રીતે કરે.          ઝીણો. ૧ર
વૃંદાવન અયોઘ્યા ને કાશી, ફરે શિયાળે તિરથ વાસી.           ઝીણો. ૧૩
જેવો શિયાળો છે સુખદાઈ એવો ઉનાળો છે દુ:ખદાઇ.            ઝીણો. ૧૪
કો છો ગઢપુર આવ્યાનું અમને, મારે પંચાળે લઈ જાવા તમને. ઝીણો. ૧પ
ગંગા ઉન્મત છે તવ ધામ, નદી સાંબળી સાબળવતી મારે ગામ.   ઝીણો. ૧૬
જેમાં અષ્ટાંગ યોગને સાધી, કરાવી શ્રીજીયે બહુ સમાધિ.           ઝીણો. ૧૭
તેમાં નાઈ કરો પુન્યદાન, રાજી થાશે પ્રગટ ભગવાન.              ઝીણો. ૧૮
મનોરથ રૂપી મારો વૃક્ષ, કાપી નાખો કાં થડથી પ્રત્યક્ષ,             ઝીણો. ૧૯
બેઠા બાપની પુંજી દબાવી, મારે ભાગ લગારેક આવી.               ઝીણો. ર૦
તેમાં જો કરશો નહિ આડ, તો હું માનીશ આપનો પાડ.              ઝીણો. ર૧
મિત્ર સૂરજ રૂપે ન થાઓ, મિત્ર સ્નેહ રૂપે દર્શાવો.                    ઝીણો. રર
નામ ઉતમ સાર્થક કરવું, તમ અજ્ઞાનને પરહરવું.                    ઝીણો. ર૩
લઈ મહારાજને રૂડી પેર વણ તેડ્યા આવો મુજ ઘેર.                ઝીણો. ર૪
સાચું મિત્રનું લક્ષણ એ છે, જગદીશ ખરેખરૂ કહે છે.                   ઝીણો. રપ
તે સાભંળીને ઉત્તમ રાજા કહે કે જેવી મહારાજની ઇચ્છા એમ કહીને દાદો ખાચર મહારાજ પાસે ગયા ત્યાં તો શુકમુનિને પુસ્તકનાં પટારા ગાડે ગોઠવતાં જોઈને આશા મુકી. મહારાજ રોકાશે તો નહિ તો પણ કહીતો જોઉં એમ ધારીને કહે કે, હે મહારાજ આપે પંચાળે જાવા વિચાર કર્યો છે, પણ ટાઢ બહુ છે તે તમારૂ શરીર નહિ ખમે એટલે મહારાજ કહે કે અમારી જન્મભૂમિ જે છપૈયા તે હિમાલયની તળેટીમાં જ છે માટે અમને ટાઢ નહિ વાય, તે સાભંળીને દાદોખાચર કહે કે આપ આંહીથી લોયે પધારશો ત્યાં વતાંકનો વખત થાશે ને લોયામાં ગઢડાના જેવા વંતાક નહિ મળે, અને લક્ષ્મીવાડીનાં વંતાક લાંબા જાડાં ને કુણાં માખણ જેવા છે માટે ગઢડે પધારો, નહિ તો લોયે ગયા પછી વાડીનાં વંતાક સાંભરશે એવા ગર્વ સહિતનાં વચન સાભંળીને ગર્વ ગંજન એવા ભગવાન કહે કે વંતાક તો શું પણ અમે વગડામાં બેઠા હોઈએ ત્યાં પણ સિદ્ધિ અને સમૃદ્ધિયોનાં ઢગલા થાય.
 
     ૩૪૦    ૧/૧               રાગ ધન્યાશ્રી
ગર્વ ગમે નહિં લેશ શ્રીજીને ઉરે ગર્વ ગમે નહિ લેશ.         ટેક.
ગર્વ કરી વ્રત દાન કરે તો ફળ નહિ પામે વિશેષ.          શ્રીજી. ૧
ગર્વ કરી કોઈ ગુણ શીખે પણ રાજી ન થાય રમેશ.         શ્રીજી. ર
ગર્વ કરીને તપ ત્યાગ કરે તો હેરાન થાય હમેશ.           શ્રીજી. ૩
ગર્વ થકી ગૃહ ત્યાગ કરીને કરે ઉત્તમ ઉપદેશ.              શ્રીજી. ૪
ગર્વગંજન છે નામ હરિનું સત્ય કરે તે સુરેશ.                શ્રીજી. પ
જગદીશાનંદ કહે જગવંદન કાપે છે કોટી કલેશ.             શ્રીજી. ૬
આવી રીતે કારીયાણીમાં અલૌકિક લિલા કરી ત્યાંથી ચાલ્યા તે બોટાદ થઈને લોયે પધાર્યા, અને ત્યાં સુરા ખાચરને ઘેર ઉતર્યા તે સમે સુરા ખાચરે ભારે રસોઇનો સામાન તૈયાર કરાવેલો, અને મોટાં જાડાં ને કુણાં માખણ જેવાં ભારે મિષ્ટ વંતાકને કેટલાંક ગાડા ભરી મંગાવેલા. તે વંતાકનો ગંજ પડેલો જોઈને મહારાજ દાદા ખાચરને કહે કે, દરબાર લક્ષ્મીબાગ કરતાં આ વંતાક ઓર તરેહનાં છે, પછી ભારે જાત જાતનાં સરસ મસાલા તૈયાર કરાવીને મહારાજ કહે કે આનું શાક તો અમે અમારે હાથે કરીશું.
 
 ૨૪૧      ૧/૧                            સૃગ્ધરાષ્ટત.
સંધુક્ષોદ્વાન કેડગ્નિ તદુપરી પૃથલં સત્કટાહં નિધાય
ક્ષિપ્ત્વાડડજ્યંમુરી તસ્તિમનતિ કડકડિતે ચારૂ વૃતાંક શાકં
કૃત્વાછુંકારકારી કરકમલ લસદ્વસ્તકો વિક્ષ્યમાણઃ
પીતાપીતાં શુકસ્વાન પ્રહસિતવદનાન સોતત્સમેખક
શ્લોકનો ભાવાર્થઃ મોટી ચુલોમાં અગ્નિ સુંધ્રકીને તે ઉપર મોટાં કડાયાં ગોઠવીને તેમાં ઘણું ઘી મુકીને તે ઘી ખૂબ કડકડે એટલે લાંબી ચીરો કરી હળદર મીઠું આદું ધાણાજીરૂં મરચાં કોથમીર વિગેરે લીલો મસાલો ભરી તૈયાર કરેલાં વંતાક કે કડકડતા ઘીમાં મુકી દે તેને છમકાર યુકત કરી હસ્તકમળમાં સુંદર હાથલો લઈ તે શાકને જોતાં થકા પીળા જે હળદર વાળા હાથ પોતાને ધોતીયે લુવે તેથી પહેરેલું જે શ્વેત વસ્ત્ર તે પીળું પીતાંબર બની રહેલું છે, અને સુંદર શાક એવું બનેલું કે જેની સુગંધનાં ધમધમાટથી ધરાઈ રહીયે, આવી રીતે સુંદર શાક કરી મંદહાસ્ય વડે પોતાનાં ભકતજનોને આનંદ ઉપજાવતા થકા પોતે તે શાકને જમતા હતા, અને પોતે જમીને સંતોની પંકિત કરી ભારે ભારે ભોજન પીરસે તેની સાથે સુંદર શાક પણ પીરસે.
 
૩૪૨      ૧/૧                            રાગ ગરબી
                        ચાલો સૈરૂં જઈએ જમુનાં કાંઠડે રે- એ રાગ
લોયામાં લીલા લાડિલો બહુ કરે રે, નિજ હાથે કરી શાક સુંદર વંતાક રે,
પીરસે પંગતમાં પુરૂષોતમ પ્રીતથી રે, તે જોઈ ઉપજે ઉરમાં હર્ષ અથાગ રે.        લોયા. ૧
સંત જમે સ્નેહે સુંદર એ શાકને રે, મહિમા જાણી ઉરમાં અપરમપાર રે,
પીળે પટ ફરતા પંગતમાં શ્રી હરિ રે, કેવા શોભે કોટી ભુવન કરતાર રે.            લોયા. ર
શાક પુરણ ધૃતમાં પાકેલું એહ છે રે, ખુબ મસાલાથી છે તે ભરપુર રે,
ભારે ભભક ભરેલું સુંદર શાક છે રે, સ્વાદ સુગંધથી જાણે જન ઉર રે.               લોયા. ૩
ભવ બ્રહ્માદિક આવે દર્શન કારણે રે, એ લિલા જોઈ અંતરમાં હરખાય રે,
શાક ઉચ્છવની આ લિલા શ્રીજી તણી રે, તે જગદીશાનંદ નિરંતર ગાય રે.          લોયા. ૪
આવી રીતે લોયામાં અલૌલિક લિલા કરી સંતોને જમાડી ભારે મોટો શાક ઉત્છવ કરી સુરા ખાચરને બહુ જ ખુશી કર્યા ને ત્યાર પછી થોડા દિવસમાં શ્રી હરિના બે ભાઇઓ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તે બે પણ લોયામાં જ શ્રીજી મહારાજને ભેગા થયા ને તે બે ભાઇઓને જોઈને સરવે સંત હરિભકતો ઘણા ખુશી થયા ને ત્યારે પછી વસંત પંચમી આવી તે વસંતનો ઉચ્છવ પણ મહારાજે લોયામાં જ કર્યો અને ભારે રંગ ગુલાલ ઉડાડી રંગે રમ્યા અને તે રંગે ભીંજાયેલા વસ્ત્ર સુરા ખાચરને આપ્યા ત્યાંર પછી માધ શુદ પૂનમનું ગ્રહણ પણ ત્યાં જ કર્યુ.
 
૩૪૩      ૧/૧                        રાગ ગરબી
                           સજની શ્રીજી મુંજને સાંભર્યા રે- એ રાગ
આવી પુનમ માધ મહિના તણી રે, ચંદ્ર ગ્રહણની લોયા માંય,
ઘેરી લીધો શશિને રાહુ એ રે. સંપુરણ પુનમ દિન ત્યાંય.       આવી. ૧
ભારે મોટું ચંદ્ર ગ્રહણ થયું રે, રજની થઈ અંધારી ઘોર,
કાળો ચંદ્ર થયો છે કારમો રે, જબરૂં છે રાહુનું જોર.            આવી. ર
જયારે શુદ્ધ થયો શશિ અંગમાંરે, ત્યારે નાવા ચાલ્યા નાથ,
ભદ્રવતી જળથી ભરપૂર છે રે, તેમાં નાયા લઈ સહુ સાથ.    આવી. ૩
નાઈને આવ્યા લોયામાં હરિ રે, સુરે ભકતે પુજયા શામ,
કહે જગદીશ જમાડી શ્રી હરિ રે, કરી આરતી હૈયે ધરી હામ.   આવી. ૪
આવી રીતે લોયામાં અલૌલિક લીલા કરી સુરા ખાચરને આનંદ આપી પાંચસે પરમહંસો તથા સર્વે સંઘ સહિત ચાલ્યા તે પીપરડી, હાથસણી થઈને જસદણ આવ્યા ત્યાં બે ઘડી વિશ્રામ કરીને ચાલ્યાં. તે વગડામાં નદી આવી ત્યાં ટીમણ કરીને ચાલ્યા તે ગામ બંધીયે આવ્યા ને ત્યાં મુળુભાઈને ત્યાં રાત રહીને ત્યાંથી ગોંડલ પધાર્યા.
 
૩૪૪        ૧/૧                         રાગ ગરબી
                        લટકાળા તારે લટકેરે- એ રાગ
લઈ સંગે સંત હજારો રે ગોંડળ આવ્યા ગિરધારી,
પુર બાહિર કર્યો ઉતારો રે, હરિ જનના સંઘ સહિત રે.         ૧
ઉતર્યા ઉપવનમાં પ્રિતે રે, પુરથી પશ્ચિમમાં શોભે રે.           ર
જોઈ હરિજનનાં મન લોભે રે, જયાં બેઠક આજ બિરાજે રે,      ૩
ત્યાં વાસ કર્યો મહારાજે, ગોંડલનાં હરિજન આવી રે.           ૪
ત્યાં સરસ રસોઈ કરાવી રે, કરી શાક પાક શુભ રીતે રે.       પ
જમી સંઘ જમાડ્યો પ્રિતે રે, પછી સભા કરી સુખનિધી રે.      ૬
હરિભકતે પુજા કીધી રે, કરી તરત પ્રભુએ તૈયારી રે.          ૭
જગદીશાનંદ બલિહારી રે, ગોંડળ આવ્યા ગિરધારી રે.         ૮
પછી મહારાજ સભા કરીને બિરાજમાન થયા, તે સમે ગોંડળનાં રાજા શ્રીદેવાજી તેને મહારાજ કહે આ ગામમાં દેવરામ સુતારનાં ઘરથી દક્ષિણાદિ તરફ અમારૂં મોટુ મંદિર થાશે. એટલે દેવાજી ઠાકોર કહે તમારી કૃપા હશે તો થાશે. વળી મહારાજ કહે દેવરામનાં ઘરમાં અમે ઘણીવાર જમેલા છીએ. પછી ગામ ગોંડળથી ચાલ્યા, તે ગામ ડૈયે આવ્યા ત્યાં થાળ કરાવી જમી રાત રહીને ત્યાંથી સંઘે સહિત ચાલ્યા તે રસ્તામાં નદી આવી ત્યાં ટીમણ કરીને ગામ કંડોરણા આવ્યા, ત્યાં રાત રહીને ત્યાંથી જાળીયા પધાર્યા ને ત્યાં હીરાભાઈને ઘેર રાત રહ્યા, ત્યાંથી જમીને ચાલ્યા ગામ ગણોદ જઈ ભાદર નદીને કિનારે સુશોભિત બગીચો છે,તેમાં ઉતર્યા ને ત્યાંના રાજા ખેંગારજી તથા મોડજીને આનંદ આપી, ત્યાંથી માણાવદર ગયા, ત્યાં મયારામ ભટ્ટજીને ઘેર રાત રહીને વહેલાં ચાલ્યા તે સવારનાં પહોરમાં પંચાળે પધાર્યા, ત્યાં ઝીણાભાઈએ સામૈયું કરી ભારે ધામધુમથી પધારાવ્યા અને ભારે ભોજન કરીને મહારાજને તથા સંતોને સંઘે સહિત જમાડયા ને મહારાજનાં દર્શન વિના, વિયોગે જે દુખિયાં હતાં તે સહુને દર્શન આપી સુખી કર્યા ને સૌ બાઈ ભાઈની વૃતિ ચકોરની પેઠે, મહારાજની મુર્તિમાં લાગી રહી છે, અને તે મુર્તિને નિરખીને તૃપ્તી થતી નથી,
અને મહારાજને કહે કે અમને બહુ કૃતાર્થ કર્યા. પછી મહારાજે સર્વે પરમહંસોને આજ્ઞા કરી પંચાળાથી આથમણી કોર મોટા વડ છે, તેની આસપાસ ઉતારા કરીને રહ્યા. અને જે જે સંઘ આવ્યા હતા,તેને પણ ગામમાં તથા ગામ બહાર ચારે કોર ઉતારા કરાવ્યા, તે સમે એવી ભીડ થઈ કે ગામમાં તથા ગામ બહાર ચાલવાનો મારગ મળે નહિં. પછી ઝીણાભાઈએ તથા ગગાભાઈએ ભારે ભારે નવીન રસોઈઓ ચાલતી કરી, તે કેવી રીતે તો આવી ગયેલી રસોઈ ફરીથી ન થાય, એવી રીત રસોઈઓ ચાલતી કરી. એટલામાં હુતાશની નજીક આવી એટલે ઝીણાભાઈએ કેશર, કસુંબો, પતંગ, કેસુડાં, લીલા, પીળા, આસમાની, લાલ, ગુલાબી વિગેરે જાતજાતનાં રંગ તથા અબીલ, ગુલાલ તે સર્વે પુષ્કળ મંગાવ્યુ, અને ગામથી આથમણિ કોરે મોટા વડ છે ત્યાં રંગના બે હોજ કરાવ્યા અને એક મોટો મંચ ઉભો કરાવ્યો, અને પિચકારીઓ વાઘ મોરાની તથા હાથીમોરાની તથા અસંખ્ય શેડોવાળી ભારે તૈયાર કરાવી. એટલામાં હુતાશનીનો દિવસ આવ્યો, એટલે ભારે ભારે રંગાડાં રંગના ઉકાળી તૈયાર કરાવ્યા, તથા મોટા દેગ તથા ચરૂ તે પણ એકદમ ઉકાળી મોટા બે હોજ ભર્યા તેમાંથી રંગ સંતોએ ઝીણાભાઈનાં દરબારમાં લાવી મહારાજ ઉપર રેડયોને ગુલાલ પણ ખુબ નાંખ્યો ને મહારાજ પણ સાધુ તથા હરિભકતો સાથે રંગની તાંસળીઓ ભરી ભરી ફેંકવા લાગ્યા ને સંતો મહારાજ પર ફેંકવા લાગ્યા તેથી મહારાજ અકળાયા તે ઓટા ઉપર ચડી ગયા એટલે સંતોએ ત્યાં જઈને પિચકારીઓ ચલાવી પછી તો મહારાજ વધારે અકળાયા તે ભગુજીને કહે ઘોડી લાવો એટલે ભગુજી ઘોડી લાવ્યા તેના ઉપર સ્વાર થઈ ગામ બહાર આથમણી કોર વડ છે ત્યાં પધાર્યા છે. ત્યાં પણ હજારો સંતો તથા હરિભકતો પાછળ ગયા તે ત્યાં જઈને ઘેરી લીધા, ને સહુએ પિચકારીઓ ચલાવા માંડી એટલે મહ��રાજ ઉંચા હાથ કરી તાળી વજાડીને કહ્યું કે, આમ રમવાની રીત નહિ બે પક્ષ કરો, પછી બે પક્ષ કર્યા. તે એક કોર નિત્યાનંદ સ્વામી, ઇચ્છારામજી, ઝીણોભાઈ, માયારામ ભટ્ટ, નરસિ મહેતો ને પર્વતભાઈ વિગેરે અને બીજી કોર બ્રહ્માનંદસ્વામી, રામપ્રતાપજી,દાદો ખાચર,સુરો ખાચર, દિનાનાથ ભટ્ટ ને નારણજી ભાઈ વિગેરે આવી રીતે બે પક્ષ કરી મહારાજ રંગે રમવા લાગ્યા, પિચકારીઓ ચલાવી તે જેમ અષાડી મેઘ વરસે ને જેમ વાયુ ને ઝડી થાય એવી રીતે પિચકારીઓની શેડો ચાલવા માંડી ને પૃથ્વી ઉપર રંગ ને ગુલાલનો ગારો મચી રહ્યો, એક કોર રંગ તૈયાર થતો જાય છે, તેમાં કેટલાક માણસ રંગ હોજમાં રેડે છે. કેટલાંક હોજમાંથી ઘડા ભરી લાવી સાધુ પાસે મુકે છે, એવી રીતે કામ ધમધોકાર ચાલે છે. ત્રાંસા, શરણાઈ,ઢોલ,નોબત,નગારા વિગેરે વાજિંત્રો વાગી રહ્યા છે, તેના કર્ણપ્રિય શબ્દ થઈ રહ્યા છે, ને ગુલાલની ઝડી ઉડી રહી છે રંગની છોળો ચાલી રહી છે, સૌના મનમાં આનંદ ઉભરાય રહ્યો છે, કેટલાકને પકડીને માથે રંગ રેડે છે, કેટલાકને પકડીને એકબીજાના પક્ષમાં જોરેથી ખેંચી લે છે,કેટલાકનાં હાથમાંથી રંગના ઘડા આંચકી તેના ઉપર રેડી દે છે. સ્વર્ગમાંથી દેવતાઓ વિમાનમાં બેસી તે લિલા જોવા આવેલા છે, અને દેવો દુદભી વાંજા વજાડી ઘણા સ્નેહથી પૃષ્પની વૃષ્ટિ કરે છે, અને શ્રી હરિના રંગ મહોત્સવનાં દર્શન કરે છે, અને શ્રીહરિ આ પ્રકારે હોળી ખેલે છે.
 
૩૪૫         ૧/૧                      રાગ હોરી
હોરી ખેલે રસિક ઘનશ્યામ. ટેક
કર પિચકારી ઉત્તમ ધારી, ચોપેથી ચલાવે શેડ્યો શરરરર.           હોરી. ૧
પુર પંચાલે શ્રી વૃષ લાલો, ફેકેં છે ગુલાલ ખુબ ખરરરર.              હોરી. ર
છેલ છબીલાનાં અજબ સોરંગી, ફરકે છે પટ પીળાં ફરરરર.           હોરી. ૩
નિજ પદ ઠમકે ઝાંઝર ઝમકે, ઘમકે છે ઘુઘરીયો ઘરરરર.            હોરી. ૪
રંગની ઝડીઓ તન પર પડીયો, કહે જગદીશ ઝરે ઝરરરર.          હોરી. પ
આવી રીતે ધામધુમથી રમત ચાલે છે. એટલામાં બ્રહ્માંનંદ સ્વામીયે મહારાજ પર એક મોટો રંગનો ઘડો રેડી દીધો, ને નિત્યાનંદ સ્વામીએ ઝોળી ભરી ગુલાલ માથે નાંખ્યો તેથી મહારાજ અકળાયા તે વડનાં વૃક્ષ ઉપર ચડી ગયાં, એટલે નીચેથી જે પિચકારીઓ શરૂ કરી, તે ત્યાંથી પાછા હેઠા ઉતર્યા, પછી મહારાજે નીચે ઉતરી તાળી બજાવીને કહ્યું કે હવે તો સંતો પરસ્પર રમો, પછી મહારાજ મંચ પર વિરાજમાન થયા અને સાધુઓ રંગે રમવા લાગ્યા. પિચકારીઓ પરસ્પર ખુબ ચલાવી પછી નિત્યાનંદ સ્વામીએ રામપ્રતાપજીને રંગે નવરાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ ઈચ્છારામજીને નવરાવ્યા, જેવી રીતે શ્રીજી મહારાજ પોતે પિચકારીઓ ચલાવતા હતા તેવી જ રીતે ઘણીવાર સુધી સંતોએ પરસ્પર પિચકારીઓ ચલાવી. એટલામાં સુરા ખાચરે મયારામ ભટ્ટજીને પકડીને માથે રંગનો ઘડો રેડયો,એટલે ભટ્ટજી સુરા ખાચરને પકડવા ગયા ત્યાં સુરા ખાચરે ગુલાલથી ભટ્ટજીનું આખું મોઢુ, શરીર બધુ ભરી દીધુ, તો પણ ભટ્ટજી જાણે હું સુરા ખાચરની ચોટી પકડુ એમ જાણી માથે હાથ ફેરવવા લાગ્યા. પણ સુરા ખાચરના માથામાં ટાલ તે કાંઈ હાથમાં આવ્યુ નહિ, ભટ્ટજીને બહુ ફાંફા મારતા જોઈ મહારાજ મોઢા આડો રૂમાલ દઈ હસવા લાગ્યા અને કહ્યું કે ભટ્ટજી રહેવા દીયો તે ચોટી હાથમાં આવે એવી નથી. એટલામાં ઝીણાભાઈએ રંગ લઈ દિનાનાથ ભટ્ટ ઉપર નાખ્યો તે ભટ્ટજી ઝીણાભાઈ ઉપર રંગનાખવા લાગ્યા ત્યાં જનોઈ તુટી ગઈ, તે મૌન થઈ રહ્યા ને સમશ્યા કરે પણ ત્યાં તે સમે કોણ સાંભળે પછી શ્રીજી મહારાજે પોતાની કોટમાંથી જનોઈ કાઢી દિનાનાથ ભટ્ટજીને આપી.
 
                       શાર્દુલવિક્રિડિતવૃત
શ્રીજી મંચ વિષે વિરાજીત થઈ શોભા જુવે સંતની,
ચાલે છે પિચકારિ ભારિ બળમાં તે સર્વે ધીમંતની.
ઉડે રંગ અભંગ સંગ મુનિયો ઉમંગમાં છે સહું,
ભાળે ઉત્તમ ધામધુમ પ્રભુજી રાજી થઈને બહુ.
આવી રીતે પરસ્પર સર્વે ખુબ રમ્યા, પછી મહારાજ તાળી વગાડીને કહે કે હવે રાખો, ચાલો નાવા જઈએ પછી મંચ પરથી ઉતરી માણકી પર સ્વાર થઈ મઘરીયે ઘરે નાવા પધાર્યા. રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તથા સર્વે સંત હરિભકતો સહિત મઘરીયા ધરામાં સ્નાન કર્યુ, તે સમે રંગ અને ગુલાલથી ધરાનું પાણી તો જાણે કેશરનાં રંગથી ધરો કેમ ભર્યો હોય એવી શોભાયે યુકત થયુ, અને તે સમે દેવતાઓ મચ્છ, કચ્છાદિકનાં રૂપ ધરીને તે પ્રસાદી જળમાં સ્નાન કરવા આવેલા, તેને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે. પછી મહારાજે સ્નાન કરીને  રંગ ભરેલા વસ્ત્ર ઝીણાભાઈને આપ્યા.
 
૩૪૬       ૧/૧                      છંદ ભુજંગી.
દીધા વસ્ત્ર પોતે ઝિણાભાઈને તે,ઉતારે પછી આવીયા નાહિને તે.
પછે ત્યાં જઈને પલંગે બિરાજયા, ઝિણાભાઈની ઉપર બૌ નિવાજયા.    ૧
રૂડા રંગનો ખેલ એ રીતે કીધો, મળી સર્વે દાસે બહુ લાવ લીધો,
કરાવેલ ત્યાં થાળ તૈયાર ભારી, જમાડયા પ્રભૂ પૂર્ણ પ્રીતી વધારી.       ર
પછી એલચી,પાન, સોપારી આપી, ઘણે ચંદને પુજીયા તે પ્રતાપિ,
પલંગે પછીથી બિરાજયા મુરારિ, ઝિણાભાઈએ આરતી ત્યાં ઉતારી.      ૩
 
પછી ઝીણાભાઈએ મહારાજને આ પ્રકારે સ્તુતી કરી
૩૪૭         ૧/૧                      છંદ ત્રિભંગી
જય જય સુખકારી, દેવ મુરારી, કલ્યાણકારી ગિરધારી,
નિજ જન પર ભારી, પ્રીત તમારી, સૌથી સારી જગ ન્યારી,
છબિ શામ તમારી, અંતર ધારી,પાતક હારી બૌ પ્યારી,
જય નર તનું ધારી, આપ અધારી હું બલિહારી અવતારી.            જય. ૧
નામ પ્રતાપી બૌ સુખ આપી અવિચળ થાપી દુઃખ કાપી,
શાંતિ  અણમાપી, ઉરમાં વ્યાપી, કલેશ ન કવાપી અધાપિ,
તવ નામ સદાપિ જીભે જાપી, ચિત્ત ઉતાપી તે ઠારી.                   જય. ર
જય જય જગ કારણ નિજ જન તારણ અધમ ઉધારણ સુખકારી,
જય પાપ વિદારણ નર તન ધારણ ભકત ઉગારણ અવતારી,
જય નરક નિવારણ અસુર સંહારણ વેદ વધારણ અઘહારી.            જય. ૩
જય જય જગકર્તા અભરણ ભરતા વિશ્વ વિહરતા સુખ કરતાં,
જય સંકટ હરતા બોલ ઉચરતા અમૃત ઝરતાં મન હરતાં,
કદીયે ન વિસરતા સ્મરણ કરતા ચિત્તમાં ઠરતા ભયહારી.             જય. ૪
આવી રીતે ઝીણાભાઈએ સ્તુતી કરી પછી બીજે દિવસે ફુલદોળ આવ્યો તે વડે જઈને ભારે હિંડોળમાં મહારાજને પધરાવ્યા, મહારાજ પણ ઘણા ઉત્સાહથી સંત હરિભકતોને આનંદ આપવા સારૂ હિંડોળે ઝુલ્યા લાખો મનુષ્ય હિંડોળે ઝુલતા મહારાજના દર્શન કરી પૂર્ણ કામ થયાં આવી રીતે ઘણી વાર સુધી હિંડોળે ઝુલ્યા પછી ઝીણાભાઈએ ત્યાં સ્તુતી કરી.
 
૩૪૮       ૧/૧                છંદ હરિગીત.
હે અક્ષરેશ અજેશ આપ હંમેશ અંતરમા રહો,
નિજદાસ પાસ નિવાસ કરી અવિનાશ હાથ હવે ગ્રહો.       ૧
અવતારી સ્નેહ વધારી આપ પધારીને અહિયા હરિ,
મુજ માથ પ્રભુ સુખ પાથ દિનાનાથ બહુ કરૂણા કરી.         ર
અહિ આવી સ્નેહ જણાવી સરંગ બનાવીને રમીયા તમે,
હુતાશની ભારે બની બહુ રંગની નિરખી અમે.                ૩
ફુલદોળનો હિલોલ બ્રહ્મ કિલોલ તે ભારે થયો,
આનંદ કંદ મુકુંદ પ્રભુ જગવંદ નવ જાયે કયો.               ૪
આ પુરમાં ભરપુર આનંદ ઉર સહુને આપિયો,
જગદીશ કહે અહોનિશ સહુને સ્નેહ ઉરમાં વ્યાપિયો.           પ
આ પ્રકારે ઝીણાભાઈએ સ્તુતિ કરી, તેથી શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. સુરતના હરિભકતો પોષાક લાવેલા તે પોષાક પહેરીને મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા અને તે હરિભકતો સાધુ સારૂ ટોપિયું કરાવી લાવેલાં તે મહારાજ સર્વે સાધુને એકેક આપી, અને તે સમે મહારાજે ચાર સંકલ્પ કર્યો જે ૧ અમારે મંદિર કરવા છે. ર આચાર્ય કરવા છે. ૩ શાસ્ત્ર કરવા છે. ૪ વિદ્યા ભણાવીને વિદ્વાન કરવા છે. આ ચાર સંકલ્પ અમારે સિઘ્ધ કરવા છે, વળી ગામ નરવરકોટમાં છ મહિનાનાં છોકરા ઘોડીયામાંથી બોલ્યાં, જે પંચાળે ભગવાન પ્રગટ થયા છે. ત્યાં મોટો સમૈયો કરે છે, જો મોક્ષ જોતો હોય તો ત્યાં જાઓ, તે બાળકોના વચન માનીને ભારે પોષાક લઈને તે હરિભકતો આવેલાં તે પોશાક મહારાજને અર્પણ કર્યો ને એક ભારે ધનુષ્ય ને તીરનો ભરેલો ભાથો મહારાજે હાથમાં લઈને પોતાના મોટા ભાઈ રામપ્રતાપજીને આપીને કહે કે, આ ધનુષ્યની કમાન તમે ચડાવો, રામપ્રતાપજીએ ઘણી યુકિતથી જોર કરી ચડાવવા માંડી પણ ચડી નહિ, તેથી પોતે પાછી મહારાજને તે કમાન આપી એટલે મહારાજે તુરંત ચડાવી આપી તે જોઈ ભાઈ શ્રી રામપ્રતાપજીને ઘણું આશ્ચર્ય થયું. જે આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન જ છે. તે સમે શ્રીજી મહારાજે રામપ્રતાપજીને શ્રી રામચંદ્ર રૂપે દર્શન દીધું. તે રામપ્રતાપજી હિંદુસ્થાનમાંથી પ્રથમ જ આવેલા તેથી શ્રીજી મહારાજે તેમની ખાધે પીધે ખબર ખુબ રખાવે, તે કેવી રીતે તો સવારે બેશેર માખણ અને શેર એક સાકર ધોયેલી જમવામાં આપે અને બપોરે શેર શેર ઘીનો શીરો અને બે શેર લોટની પુરી પુષ્કળ ઘીના મોણથી કરે, અને આખા વંતાકની ચાર ચીરીયોકરી તેમાં ખુબમસાલો ભરી તેને ઘીમાં તળી કાઢે, તેનું નૈવેધ ધરીને પોતે જમે અને સાંજે પારેટ ભેંસનું દુધ બાર શેર મંગાવે, તેને ઉકળતાં પાંચ શેર રહે તેમાં સાકર નાખી પોતે પીએ, આટલું જમે તો પણસવારે ઉઠીને કહેશે કે 'પંચાલાકા પાની નિક નાહી ' (પંચાળાનું પાણી સારૂ નહિ) કેમ કે અચ્છી રીતે જમવાની મજા આવતી નથી, તે સાંભળીને શ્રીજીમહારાજ બ્રહ્માનંદસ્વામીને કહે કે સ્વામી મોટાભાઈને પંચાળનું પાણી સદ્યું નહિ એટલે બ્રહ્માનંદસ્વામી કહે કે કાંઈ અન્ન બરોબર નહિ પચતુંહોય, એટલે મહારાજે જમવાની ઉપર લખ્યા પ્રમાણે હકીકત કહી બતાવી. તે સાંભળીને બ્રહ્માનંદસ્વામી કહે કે, આટલું જમતા જો પંચાળનું પાણી નહિ સદે તો પંચાળના પાણીના અભાગ્ય, આવી રીતે રમૂજ કરી, વળી તે સમે શ્રીજી મહારાજ ઉધ્ધવ સંપ્રદાયમાં તિલક પ્રવર્તાવવા સારૂ સૌ સંતોને કહે કે જેને જે પ્રિય લાગે એવાં તિલક સૌ કરી લાવો. પછી કોઈ રામાનુજનુ, કોઈ શંકરનું, કોઈ વૈશ્નવનું, જેવી જેની રૂચિ તે પરમાણે સૌ કરી લાવ્યા. ત્યાં તો મુકુંદ બ્રહ્મચારી ઉભુ તિલકને વચ્ચે ચાંદલો કરીને આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી કહે કે બ્રહ્મચારી આવું શું કરી લાવ્યા? કોઈ નોર વીનાનું. એટલે બ્રહ્મચારી કહે 'સ્વામિનારાયણનો ચાંદલો અને સ્વામિનારાયણનું ટીલું એ બે ન હોય કપાળમાં તો મોઢું લાગે ઢીલું. 'એટલે શ્રીજી મહારાજ કહે બરોબર, બ્રહ્માનંદ સ્વામી, તમ કરતાં બ્રહ્મચારી લટકું વઘ્યા.એટલે બ્રહ્માનંદ સ્વામી કહે તમ સરખા વધારનારા વધારે તો લટકું તો શું પણ બે લટકાંવધે.પછીમહારાજેમુકુંદબ્રહ્મચારીનું કરેલું ઉર્ઘ્વપૂંડ તિલક આ સત્સંગમાં કાયમ રાખ્યુંકે જેથી સરવે સંત હરિભકતોનાં કપાળ શોભી ઉઠે છે. અને નારાયણાનંદ બ્રહ્મચારીને દીક્ષા પણ ત્યાં જ આપી ,તે સમે મહારાજે એવી વાત કરી કે કોઈ પણ ત્યાગી સાધુએ પોતા પાસે ધન રાખવું નહિ, એટલે નારાયણાનંદ બ્રહ્મચારી કહે કેમહારાજ મારી પાસે અરધો રૂપિયો છે, મહારાજ કહે જાઓ જઈને વગડે જઈને એ રૂપિયો મુકી તેના ઉપર દિશાયે ફરી આવો, પછી તેણે તે પ્રમાણે કર્યુ એટલે શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા.
 
૩૪૯        ૧/૧         છંદ મનહર
વિત સારૂ વઢી મરે રંક નારી નર, સ્વર્ગ મૃત્યુ ને પાતાલમાં જેનો નિવાસ છે.
જોગી જતી તપસ્વી સંન્યાસીઓ ન તજે ધન, વાસના છે વિત્તમાં એના અતિશે દાસ છે.
ધન પર મળ મુત્ર કરી તેનો ત્યાગ કરે, એવા તો આ સમે સાધુ આપણી જ પાસ છે.
કહે જગદીશાનંદ શ્રી હરિ કહે, નારાયણાનંદજીને  અધિક   શાબાશ છે. 
  પછી પુરમાં જમવા પધાર્યા ને ત્યાં વિશ્રામ કરી પાછા વડ તળે સાંજનાં પહોરની સભા કરી, પછી
ઝીણાભાઈએ તથા ગગાભાઈએ શ્રીજીમહારાજની પુજા કરીને સર્વે દેશાંતરનાં સંઘ
આવેલા તેણે પણ મહારાજની પુજા કરી એટલામાં સંઘ્યા સમય થયો એટલે આરતિ ધૂન્ય
કરી રાસ રમવાનુ શરૂ કર્યુ, તે ઘણાં પહોળા મેદાનમાં સંતોનાં ફરતાં ત્રણ ચક્ર કરી
રાસ રમવા માંડયા તે બ્રહ્માનંદ સ્વામી કિર્તન કંઠેથી બોલતા જાય ને સર્વે સંત હરિભકતો ઝિલતા જાય,
ને મહારાજ પણ તે સમે અનંત સ્વરૂપ ધારી પ્રત્યેક સંતોની સાથે રાસ લેતાં જણાયા.
આવી રીતે રાસ લીલા કરવાં માંડી તે પાછલી પહોર રાત રહી ત્યારે બ્રહ્માનંદસ્વામી
થાકયા, તે મહારાજને કહે કે હવે કિર્તન કંઠે નથી એટલે મહારાજ કહે લ્યો, ચોપડી
પણ રંગમાં ભંગ પડવા દેશો નહિ. એટલે બ્રહ્માનંદસ્વામીએ જાણ્યું જે આ આળસે તેમ
જણાતું નથી, પછી એક જણને શીખવાડીને મોકલ્યો તેણે એક નકામી ઝુપડી સળગાવીને
બૂમ પાડી. તે સાંભળી સૌ રાસ લેનારાઓની વૃતિ ત્યાં પહોંચી ને જાવાનું મન થયું,
એટલે મહારાજ અંતરજામી પણે કહે કે કોઈ જાશો નહિ એતો બ્રહ્માનંદ સ્વામીએ
જુકિત કરી છે માટે કોઈ ન જાશો. તે સાંભળીને કોઈ ત્યાં ન ગયા પછી મહારાજ કહે
લ્યો ચોપડી એટલે સુરો ખાચર કહે બ્રહ્માનંદ સ્વામી શિધ્ર કવિ થઈને જો ચોપડી લીયે તો એની
લાજ જાય. એટલે મહારાજ કહે કે ખરી વાત, પછી બ્રહ્માનંદસ્વામી તાત્કાલિક નવીન પદ કરીને
બોલતાં જાય ને બીજા સૌ ઝીલતાં જાય, તે આ પ્રકારે ગાવા લાગ્યા કેઃ
 
૩૫૦    ૧/૧         રાગ ઠુમરી
પુર પંચાળે હો પ્રીતમ ખેલ રચ્યો ખેલ મુનિંદ્ર,
ચલત ખમ ખમ ખમ ખમક ખમક ખનનનનન નેપુર,રવ ગાજે.      હો પ્રીતમ. ટેક.
ઝાંઝર પદ ઝમઝમાટ ઘુઘર રવ ઘમ ઘમાટ,
 ઠણણણણણ ઠમઠમાટ પદ ઝપાટ બાજે.               હો પ્રીતમ. ૧
દુકકડ રવ દ્રગડદા દ્રગડદા થ્રગડદા થ્રગડદા થ્રગડદા થ્રગડદા,
ક્રિકડદા, ક્રિકડદા ક્રિકડદા ક્રિકડદા સુંદર ગત છાજે.     હો પ્રીતમ. ર
થન ગન તન થોંગ થોંગ મરદંગત રોંગ રોંગ,
તાસા બજે ત્રોંગ ત્રોંગ ગંભિર રવ ગાજે.               હો પ્રીતમ. ૩
ઉલટ પલત નટવત્ત ઝટ કટ કટ ઘટ નિપટ ઝપટ,
રટ રટ પ્રભુ પ્રગટ અમટ ઉર ઉમંગ ઝાંઝે.           હો પ્રીતમ. ૪
તનનનન લેત તાન ખાનપાન ભુલભાન,
બની બા મસ્તાન ગાન ગાય તાન તાજે.             હો પ્રીતમ. પ
ફુલ્યો રૂતુ વર વસંત મહોરે આંબા અનંત,
શ્રી હરિ સમસ્ત સંત વૃદમાં બિરાજે.                  હો પ્રીતમ. ૬
કોકિલા કરી બહુ કિલોલ ઉપજાવે હૈયે હિલોલ,
ઉમંગિત ઉર અતોળ ધર્મ કુંવર કાજે.                 હો પ્રીતમ. ૭
શોભા નિરખી અહિશ ડોલાવે સહસ્ત્ર શીશ,
કહે જગદીશ ઈશ અવલોકી આજે.                   હો પ્રીતમ. ૮
આવી રીતે કેટલાંક નવીન પદ ગાયા અને જેમ ગોકુળમાં પ્રત્યેક ગોપી ને
પ્રત્યેક કાન રાસ મંડળ સમે હતા, તેમ જ સૌને તે સમે પોતપોતાની પાસે મહારાજની
મૂર્તિ દેખાય, આવી રીતે સવારો સવાર સુધી રાસ રમીને સવારે મઘરીયે ધરે ન્હાવા
પધાર્યા ને ત્યાંથી આવીને ઝીણાભાઈનાં દરબારમાં થાળ જમી સભા કરી બિરાજમાન
થયા પછી સૌ સંઘને ઘણો સ્નેહ જણાવી ચાલવાની આજ્ઞા આપી. તે જ દિવસ
સુંદર રાત્રી અજવાળી જોઈને ઝિણોભાઈ મહારાજને કહે કે સંતોને આજ્ઞા કરો કે આ
નિંબવૃક્ષને ફરતાં રાસ લઈ માંરૂ આંગણું સુશોભિત કરે, તે સાંભળી મહારાજે સૌ સંતોને આજ્ઞા કરી
અને પોતે પણ રેટો કેડે બાંધી સંતો ભેળા રાસ લેવા લાગ્યા, તે સમે મહારાજ બ્રહ્માનંદસ્વામીને
કહે કે, અટાણે ચંદ્ર કેવો પ્રકાશિત છે, જાણે ઘણી ખુશીથી હસતો હોય એવો જણાય છે.
માટે આ ટાણે તો ચંદ્રહાસનો રાસ તાત્કાલીક બોલવો જોઈએ તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામી આ
પ્રકારે બોલવા લાગ્યા.
૩૫૧   ૧/૨             રાગ ચંદ્રહાસનો રાસ
ઘરી ઉમંગ અંતરમાં અતિ ઘણોરે,
લઈને સંતોની મંડળિયો પોતા સાથ,
પ્રિતે પુરૂષોતમ ખેલે પંચાળા પૂરમાંરે,
દિસે ચોક સુંદર ઝિણાભાઈનો રળીયામણો રે.
તિયાં ખેલ મચાવ્યો ખાતે નૌતમનાથ. પ્રીત. ટેક.
લિંબ તરૂ લળકી રહ્યો અતિ ઉત્તમ એ ઠોર,
છવરાયો છે ચોકમાં સુંદર ચારે કોર,
ભારે ઘટાની છટા ઝાઝી ઝુકી રહી રે,
શાખા શોભતી ચાલી છે ચારે કોર.             પ્રિતે
સંતો સર્વે ચોકમાં ઓપે શ્રી હરિ સાથ,
ગુણવંતા ગરબી લીયે ફરે સાથ મુનિ નાથ,
ગાય ગરબી આલાપે ઉતમ રાગનેરે,
બની શોભા તો એ સમયની ઓર.             પ્રિતે. ૧
પહેર્યો પોતે પ્રીતથી બહુ મુલી પોશાક,
જરીયાની ઝળકે બધો ઓપે એહ અથાક,
કરે કિરણો બહુ જડિયલ તારા ટીંબકી રે,
ઝળકે ઝળળળ ઝળળળ તેમાં જોત.            પ્રિતે.
આભુષણ આપે અતિ જડિયલ સુંદર નંગ,
નિરખી નટવર નાથને ઉરમાં થાય ઉમંગ,
ઘણી ચમકે છે અણ મુલી જેમાં ઘુઘરી રે,
ખમકે ખળળળ ખળળળ ખળળળ કરે ઉઘોત.   પ્રિતે.ર
નૌતમ નટવર નાથને હૈડે શોભે હાર,
રમે સંત સંગે સદા પ્રીતમ પ્રાણ આધાર,
આપે આનંદ અતિશે અલબેલડો.
ભાળી ભકત જનો સૌ હૈયે હરખાય.              પ્રિતે
ભભકે છે બહુ ભાલમાં કસ્તુરીની ખોર,
પરિમલ તેનો પહોંચીયો સુંદર ચારેકોર,
અતિ ઉત્સાહ એથી વધે છે અંતર રે,
ભાળી એ શોભાને ભવ દુઃખ જાય.               પ્રિતે.૩
હેત હરખ ને હામ બૌ ઉરમાં અપરમપાર,
શામ રમે છે સંગમાં કોટી ભુવન કરતાર,
વાલો ઠમકે ને માંડે છે પાવ ઠાવકારે,
બોલે મુખેથી મનોહર મીઠાં વેણ.                 પ્રિતે.
કરનાં લટકાં બૌ કરી તાળી લે તત્કાળ.
ફરતા નૌતમ ફુદડી ફરકે સુંદર ચાળ,
માવો મનડાં હરે મનોહર રાગથી રે,
કહે જગદીશાનંદ સુખદેણ.                        પ્રિતે. ૪
 
૩૫૨      ૨/૨                 
એવો અખાડો અનુપમ હરિયે આદર્યો રે,
ખાંતે ખાતિલે મચાવ્યો ભારે ખેલ.            પ્રિતે. ટેક.
વાલે બ્રહ્મ મુનિને સ્નેહે સાથે રાખીયા રે,
અતિ આનંદે ભર્યા ઉરે અલબેલ.             પ્રિતે. ટેક
રજની બહુ રળિયામણી ચંદ્ર ચડયો આકાશ,
તારા મંડળ તે સમે ચળકે ચારે પાસ,
એથી આનંદ વધે છે ઉરમાં અતિ રે,
થાય જોનારાને સ્નેહનો ચઢાવ.               પ્રિતે.
નિરખે છે નરનારીઓ ધરી ઉરમાં ઉત્સાહ
તેથી બહુ ઉભરાય છે ઉરમાં પ્રેમ પ્રવાહ
કરે જનમ સુફળ સૌ પોતા તણો રે
ભાળી ભાળી વધે પ્રભુમાં ભાવ                પ્રિતે. ૧
આવ્યા સુર સર્વે મળી દરશન કરવા કાજ,
વ્યોમ વિષે વિમાનમાં શોભે સર્વ સમાજ,
કરે પુષ્પની વૃષ્ટિ સર્વે પ્રિતી કરી રે,
અતિ હરખે હૈયામાં ન સમાય.                પ્રિતે.
દેવ દુદંભીના અતિ કરે અનુપમ નાદ,
સાંભળતા જન સર્વને ચઢે અતિશે સ્વાદ,
કડધિં કડધિં કડ કડધિં કડધિં વાગી રહ્યાં રે,
ધિનકટ ધિનકટ ધિનકટ ધિનકટ શબ્દ સુણાય.  પ્રિતે. ર
તાલ મૃદંગના તાનમાં સંતો સૌ પદ ગાય,
કર્ણ પ્રિય લાગે અતિ અંતર આતુર થાય,
કણણં કણણં કણણં કણણં વાગે કાંસીયાં રે,
ઝણણં ઝણણં ઝણણં ઝણણં વાગે ઝાઝ રે.         પ્રિતે
વાજિંત્રો વાગે ભલાં અતિ અપાર એ ઠોર,
ગાયન ખુબ ગવાય છે ઘણો ઉઠે છે ઘોર,
તનનં તનનં તનનં તનનં વાગે તંત્રિયો રે,
થનનં થનનં થનનં થનનં સર્વ સમાજ.           પ્રિતે. ૩
સંતો સાથે સ્નેહથી બ્રહ્મનગરનાં ભુપ,
રચીયો એ રીતે પ્રભુ અવિચળ રાસ અનુપ
વાલો ખમ ખમ ખમ ખેલે છે પોતે ખંતથી રે,
ચરણે રમ ઝમ રમ ઝમ રમ ઝમ ઝાંઝર થાય.    પ્રિતે.
સંતોને સંતોષ બૌ આપ્યો શ્રી અલબેલ
પંચાળામાં પ્રીતથી ખાંતે કરીને ખેલ
હૈડે હરખ વધાર્યો હરિ દાસને રે
જોઈ જગદીશાનંદ હરખાય                        પ્રિતે. ૪
આવી રીતે ખૂબ રાસ રમી સૌને આનંદ આપીને પોતે પોઢવા પધાર્યા. સવારે નિત્યવિધી કરી સભામાં બિરાજમાન થયા જ્ઞાન વાતો કરી સૌને સંતોષ પમાડી થાળ થયો તે જમવા પધાર્યા, પોતે જમીને સૌ સંતોને જમાડી ઉતારે જઈને પોઢતા હતા. પછી સાંજે સભા થઈ તે સમે પોતે સૌ સંતોને ફરવાની આજ્ઞા આપીને પોતે પંચાળામાં નિવાસ કરીને રહ્યા. પછી થોડા દિવસ થયા એટલે મહારાજ ઝિણાભાઈને કહે કે ગામના લોકોએ ફુલદોલના ઉત્સવમાં ઘણી સેવા કરી છે માટે આપણે ગામ જમાડવું જોશે, તે સાટા, જલેબી, મોતીયા વગેરે તમે કહો તે ભોજન કરાવીએ, એટલે ઝિણાભાઈ કહે મહારાજ એતો અમારા ખેડુતે પુછવા દીયો એ કહે તે પ્રમાણે થાય તો ઠીક એટલે મહારાજ કહે ભલે પુછી જુઓ પછી ઝિણાભાઈએ ગામના પાંચ પટેલીયાને બોલાવા ને પુછયું કે મહારાજને ગામ જમાડવાની ઇચ્છા છે, તે સાટા, જલેબી, મોતીયા વગેરે તમે કહો તે ભોજન કરાવીએ એટલે તે પટેલીયા કહે એમાં શુ ખાય? એણે કાંય પેટ ભરાય? જો મહારાજને જમાડવા હોય તો ધી ગોળને ચોખા કરાવો એટલે પેટ ભરીને ખાઈએ તો ખરા. તે સાંભળી મહારાજ હસ્યા એટલે સુરો ખાચર કહે કે, ગામે ભણું કાણું માંગતા સો? ઈમો બાફણો તો ભણું ભેંહ ખાય'  એટલે મહારાજ કહે ગોળ ચોખાનું જમણ તો સાટા જલેબી કરતા પણ આકરું છે. કેમ કે તાંબડીની ધારે ઘી પીરસાતું હોય ને જમનારો કહે કે રાખો ત્યારે ઘીની ધાર ત્યાંથી આઘી ચાલે. એતો જે પહોંચ વાળો હોય તેજ કરી શકે. એમ કહી મહારાજ કહે બહુ સારૂ. કરો ગોળ ચોખા. પછી નોતરા ફેરવી ગોળ ચોખા કરાવી ગામ જમાડયું, ને મહારાજે તાંબડીની ધારે ઘી પીરસ્યું. જમીને તથા જોઈને ગામના લોકો બહુ ખુશી થયા. તે સામે કેટલાંક વાઘરી ગામ બહાર પડેલાં તે પણ સારી રીતે જમીને ખુશ થયાં તેમાંથી એક વાઘરીને મરતી વખતે મહારાજના હાથમાં ઘીની તાંબડીએ સહિત દર્શન થયાં. આવી રીતે પંચાળામાં અલૌકિક લીલા કરી ઝિણાભાઈને તથા ગગાભાઈને પુરણ સંતોષ પમાડી, કેટલાક દિવસ રહી ત્યાંથી ચાલ્યા. માણાવદર, ગણોદ, જાળીયું, દુધીવદર, કંડોરણા ગોંડળ થઈને બંધીએ આવ્યા. ત્યાં થોડા દિવસ રહીને ગામ વાંકીએ પધાર્યા. ત્યાં મોકા ખાચરને આનંદ આપી ત્યાંથી મહારાજશ્રી દર્ગપુર પધાર્યા ને ત્યાં દાદા ખાચરના દરબારમાં અવિચળ નિવાસ કરીને રહેતા હતા.
 
           
 
 
 
 
 
ચતુર્થી દોહરો
એક વખત રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરડીની ઓસરીમાં પ્રાતઃકાળે સ્નાન કરી ચાકળા ઉપર બરાજમાન થયા તે સમયે મુકુંદવર્ણિયે સુંદર સગડી તૈયાર કરી તાપવા સારૂ મહારાજ પાસે મુકી એટલે મહારાજ મુકતાનંદ સ્વામીને કહે સ્વામી આ એક દોહરાનો અર્થ કરો એટલે સ્વામી કહે બોલો ત્યારે મહારાજ બોલ્યા કે,
 
                   દોહરો
શામ વરણ શોભે અતિ, શબ્દ શ્રેષ્ઠ ગંભીર,
અતિ ઉતમ જાણી જનો નિર્ખે સૌ થૈ સ્થિર... ૧
એટલે મુકતાનંદ સ્વામી કહે કે એતો વરસાદ કેમ કે વરસાદનો શામ વરણ છે અતિશે શોભે પણ છે, ને એનો શબ્દ પણ શ્રેષ્ઠ ને ગંભીર છે અને જયારે વરસાદ અંધારે ત્યારે સૌ લોકો સ્થિર થઈને જુએ છે. જે આ વાદળીમાંથી વરસાદ વરસશે. એમ ઉતર આપ્યો ત્યાં આવ્યા પ્રેમાનંદ સ્વામી. તેને મહારાજ કહે આ દોહરાનો અર્થ કરો.
 
 ૩૫૩       ૧/૧                      દોહરો
શામ વરણ શોભે અતિ, શબ્દ શ્રેષ્ઠ ગંભીર,
અતિ ઉતમ જાણી જનો, નિર્ખે સૌ થે સ્થિર...ર
એટલે પ્રેમાનંદ સ્વામી કહે કે એ તો સમુદ્રનો શામવરણ છે ને તે અતિથે શોભે છે અને તેનો શબ્દ પણ શ્રેષ્ઠ ને ગંભીર હોય છે અને તેને અતિ ઉત્તમ જાણીને સૌં લોકો સ્થિર થઈને જુએ છે ત્યાં આવ્યા દેવાનંદ સ્વામી તેને મહારાજ કહે આ દોહરાનો અર્થ કરો.
 
                    દોહરો.
શામ વરણ શોભે અતિ, શબ્દ શ્રેષ્ઠ ગંભીર,
અતિ ઉતમ જાણી જનો નિર્ખે સૌ થૈ સ્થિર... ૩
એટલે દેવાનંદ સ્વામી કહે એ તો હાથી કેમ કે હાથી તો શામ વરણ છે ને અતિશે શોભે અને તેનો શબ્દ પણ શ્રેષ્ઠ ને ગંભીર હોય છે અને તેને પશુઓમા અતિ ઉતમ જાણીને સૌ લોકો સ્થિર થઈને જુએ છે. ત્યાં આવ્યા બ્રહ્માનંદ સ્વામી તેને પણ મહારાજ કહે સ્વામી આ દોહરાનો અર્થ કરો. 
 
                      દોહરો
શામ વરણ શોભે અતિ, શબ્દ શ્રેષ્ઠ ગંભીર,
અતિ ઉતમ જાણી જનો નિર્ખે સૌ થૈ સ્થિર... ૪
એટલે બ્રહ્માનંદ સ્વામી કહે કે એ તો ભગવાન. કેમ કે ભગવાનનો ઘનશામ વરણ છે અને તેની મુર્તિ અતિશે શોભે છે, અને એ ભગવાનનો સ્વર પણ સુંદર મેઘના જેવો ગંભીર જન મન રંજન છે અને એ ભગવાનની મુર્તિ સર્વોતમ જાણીને સર્વે ભકતજનો સ્થિર એકાગ્ર ચિત્ત થઈને નિરખે છે. એ સાંભળીને શ્રીજી મહારાજ તે ચારે કવિયોની બુઘ્ધિના ભિન્ન ભિન્ન તર્ક જોઈને ઘણા જ ખુશી થયા. આ દોહરામાં ચમત્કાર એટલો જ છે કે એક દોહરાના જુદી જુદી રીતે ચાર અર્થ થાય છે અને તે ચારેને બરાબર લાગુ પડે છે.
ઇતિ શ્રી પંચાળા મહોત્સવ સંપૂર્ણ
 

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫
www.swaminarayankirtan.org © 2025