Logo image

અનુભવીને અંતરે રહે રામ વાસે રે

અનુભવીને અંતરે રહે રામ વાસે રે,
	તે બોલે તે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રે	...અનુ૦ ૧
જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,
	ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે	...અનુ૦ ૨
કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે,
	તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે	...અનુ૦ ૩
હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,
	મુક્તાનંદ મહા સંતને પ્રભુ પ્રગટ પાસે રે	...અનુ૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ગુરુ, લક્ષણ, બ્રહ્મરૂપ સ્થિતિ
વિવેચન:
મુક્તાનંદ સ્વામીનો જન્મ વિ. સં. ૧૮૧૪ પોષ સુદ સાતમના રોજ અમરેલી પાસેના અમરાપર ગામે થયો હતો. એમનું બાળપણનું નામ ‘મુકુંદદાસ’ હતું. સૌરાષ્ટ્રના મહાન સંત મૂળદાસે બીજાનું આળ પોતાના ઉપર ઓઢી આત્મહત્યાથી બચાવેલી સાધ્વી બાઈની દીકરી રાધાબાઈ એમનાં માતા હતાં અને આનંદરામ એમના પિતા હતા. મહાત્મા મૂળદાસે આ નાનકડા બાળકના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કારો રેડ્યા હતા. મુકુંદનો કંઠ કામણગારો હતો. અમરાપરને ચોરે એમના કંઠથી ગવાતી રામાયણનું પાન કરવા લોકોની ભારે ભીડ જામતી. મહાત્મા મૂળદાસના સ્વધામગમન બાદ મુકુંદનું મન સંસારમાં ક્યાંય ચોંટતું ન હતું. સદ્‍ગુરુની શોધમાં એમણે ઘણી રજળપાટ કરી હતી અને આખરે ઉધ્ધવાવતાર રામાનંદ સ્વામીના ચરણમાં એનું દિલ ઠર્યું હતું અને ‘મુકુંદ’માંથી ‘મુક્તાનંદ’ થયા હતા. વિ. સં. ૧૮૫૬ શ્રાવણ વદિ છઠના દિવસે લોજ ખાતે એ સમયે ‘નીલકંઠવર્ણી’ તરીકે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણનો એમને પ્રથમ જોગ થયો હતો. રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી સર્વથી મોટા અને સદ્‍ગુણનો ભંડાર હતા. છતાં રામાનંદ સ્વામીએ વીસ વર્ષના યુવાન નીલકંઠને સર્વના ગુરુપદે સ્થાપી એની આજ્ઞામાં રહેવા કહ્યું. ત્યારે ગુરુવચને પોતે જીવનભર ‘નીલકંઠ’ના સેવક થઈને રહ્યા હતા. જ્યારે સામે ભગવાન સ્વામિનારાયણ પણ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના જેવી જ એમની આમન્યા જાળવતા હતા. મુક્તાનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા સંત હતા. તેઓ સારા વૈદ્ય અને નાડીપરીક્ષક હતા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. વડોદરાના વિદ્ધાનો સાથે શાસ્ત્રાર્થમાં વિજય મેળવી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની શાન વધારી હતી. એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરેલી છે. નૃત્યકળા તેમજ સંગીતમાં પણ તેઓ એટલા જ નિપુણ હતા. તેઓ જન્મજાત કવિ હતા. ગુજરાતી તેમજ વ્રજભાષામાં એમણે સેંકડો પદો રચ્યાં છે અને અનેક પદ્યગ્રંથોની રચના કરી છે. એમણે રચેલાં ‘રુક્મિણીવિવાહ’નાં પદો તથા ‘સતીગીતા’ ભારે પ્રસિદ્ધ છે. એમની ભક્તિધારા ‘પ્રગટ ગુરુહરિ’ સહજાનંદ સ્વામીમાં સતત વિરામ પામતી રહે છે. ગુજરાતી ભાષાના આદિગદ્ય-ગ્રંથ ગણાતા ‘ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો’ના સંકલનમાં એમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. પરમ વાત્સલ્યમૂર્તિ સંત હોવાથી એમને ‘સત્સંગની મા’નું બિરુદ મળેલું છે. સર્વથી શ્રેષ્ઠ વાત તો એ છે કે એ નખશિખ સાત્વિક અને સાધુતાની મૂર્તિ હતા. સદાચારી જીવન અને પવિત્ર નિર્મળ અંતરમાંથી ઊઠતા એમના શબ્દો સાંભળનારના હૃદયમાં આરપાર ઊતરી જતા. ભગવાન સ્વામિનારાયણે એમને દેહપર્યંત ‘સાહિત્યરચના’ કરતા રહેવાની આજ્ઞા કરી હતી જે એમણે અક્ષરશ: પાળી હતી. ભગવાન સ્વામિનારાયણના વિરહને નહીં સહી શકનાર આ સંતે વિ. સં. ૧૮૮૬ના અષાઢ વદ એકાદશીને પવિત્ર દિવસે પદ્માસન વાળી યોગમુદ્રામાં બેસી સ્વતંત્ર થકા જીવનલીલા સંકેલી લીધી હતી. -;આસ્વાદઃ- અનુભવીને અંતરે રહે રામ વાસ રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશ રે... અનુભવી સંતો પોતાના જીવનમાં ઉપર ઉપરથી નહીં, ધરમૂળથી પરિવર્તન કરે છે. વૃક્ષના મૂળમાં પાણી રેડાય તો સંપૂર્ણ વૃક્ષ લીલુંછમ બને. પાંદડે પાણી રેડવાથી પાંદડાની ધૂળ ધોવાય પણ વૃક્ષ લીલું ન રહે. અનુભવી સંતો મૂળને પાણી સીંચે છે. એમનાં પરિવર્તન માત્ર શરીર કે ઇન્દ્રિયોની ભૂમિકાએથી નથી હોતાં. એમનાં પરિવર્તનો અંત:કરણની ભૂમિકાએથી હોય છે. ‘જો નજર બદલ જાય તો નજારે બદલ જાતે હૈ.’ જો વ્યક્તિ અંદરથી બદલાઈ જાય તો એના માટે સમસ્ત વિશ્વ બદલાઈ જાય. આપણે ઉપર-ઉપરથી ધાર્મિકતાનો ડોળ કરીએ છીએ. જ્યારે અનુભવી સંતોનો રંગ અંદરનો હોય છે. એમણે માત્ર વસ્ત્રો નથી બદલ્યાં, એમણે અંતર બદલ્યાં છે. એક સંત શિષ્યોને ઉપદેશ આપતા હતા: ‘આપણાં જીવન લોકોને સારાં લાગે એવાં હોવાં જોઈએ.’ ઉપદેશક સંતનો આશય સારો જ હતો. પણ એના ઉપદેશમાં ઊંડાણ નહોતું. આપણે સારું જીવવા માટે સારું નથી જીવતા. બીજા આપણને સારા ગણે માટે સારું જીવવાનું નાટક કરીએ છીએ. જોકે લોકલાજે પણ જીવન સદાચારી રહેતું હોય તો કંઈક અંશે આ વાત સારી. પણ આ પરિવર્તન મૂળમાંથી નથી. પરિણામે જીવનમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ જેવી ક્રાંતિ થવી જોઈએ તેવી થતી નથી. આપણે શરીર ઉપર ઓઢેલી ચાદરમાં રામનામ રાખીએ છીએ. બહુ બહુ તો આપણી જીભને ટેરવે રામને રાખીએ છીએ. અનુભવી સંતો અંતરમાં રામ રાખે છે. કાચના ઝુમ્મરમાં દીવો બળતો હોય ત્યારે ઝુમ્મરના એક એક પાસામાં એનો પ્રકાશ ઝળહળે તેમ અંતરમાં રામ રમતા હોય તો અજવાળાં રોમેરોમમાંથી પ્રસરે. તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશ રે... અનુભવી સંતની જીભેથી બોલે તોય રામ બોલે. અનુભવી સંતના કાનેથી સાંભળે તોય રામ સાંભળે. અનુભવી સંતની આંખોથી જુએ તોય રામ જુએ. એક પ્રશ્ન આપણા અંતરમાં ઊઠે છે – ‘રામનો વાસ તો સર્વત્ર છે તો અહીં માત્ર અનુભવી સંતના અંતરે “રહે રામ વાસ રે...” કહેવા પાછળ સ્વામીનો આશય શો હોઈ શકે?’ પ્રશ્નનું સમાધાન એ છે કે સર્વના હૃદયમાં રામ તો વસે જ છે પણ તે નિવાસ ચાર દીવાલોમાં બંધ ઓરડામાં બળતા દીવા જેવો છે. જીવનાં જાડાં આવરણો શિવના ઝીણા પ્રકાશને બહાર પ્રસરવા દેતા નથી. અનુભવી સંતના હૃદયમાં રામ વસે છે તે કાચની દીવાલોવાળા ઓરડામાં ઝળહળતી જ્યોત જેવા છે. દીવાલો તો ત્યાં પણ છે પણ તે પારદર્શક કાચની છે. સામાન્ય રીતે દીવાલ રેતી કે માટીની જ બનેલી હોય છે. કોઈ કુશળ કારીગર એ જ રેતી અને માટીમાંથી પારદર્શક કાચનાં સર્જન કરે છે. સંતોએ સાધના કરી પોતાનાં દેહ, ઇન્દ્રિયો અંત:કરણને કાચ જેવાં પારદર્શક કર્યાં છે. બીજા ભાવમાં જોઈએ તો સાચો સાધુ એને કહેવાય કે જે પારદર્શક કાચ જેવો હોય. જેની આંખોમાં ઝાંકવાથી અંતરની કિતાબ વાંચી શકાતી હોય. જ્યાં દંભ, કપટના કોઇ પરદાઓ ન હોય. કાચની દીવાલની પારદર્શકતા કરતાં પણ એક પગલું આગળ વિચારીએ તો સંતને પારદર્શક કે અપારદર્શક આવરણ જ હોતાં નથી. દીવાલો આખરે દીવાલો છે. પછી તે પારદર્શક હોય કે અપારદર્શક. પરબ્રહ્મની અનુભૂતિમાં દીવાલ બાધક બને. અધ્યાત્મમાર્ગના મર્મીઓ રજ-તમની જાડી દીવાલો તો ભેદી જ નાખે છે સાથે સાથે સત્વગુણમય પારદર્શક પડદાઓ પણ ગાળી નાખે છે. નિર્ગુણ પરબ્રહ્મના સંગથી અનુભવી સંતો નિર્ગુણ બનેલા છે. એના રોમેરોમ જ્યોતિર્મય છે. એમના વચ્ચે અને પરમાત્મા વચ્ચે પડદાનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલું જ નહીં, બન્ને દૂધ-સાકરની જેમ એકરસ બનેલા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે – ‘ઇન્દ્રિયો અંત:કરણથી અગોચર એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ જ્યારે સ્વયં કરુણા કરી પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે સદ્‍ગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને એ ભગવાનનો જેને નિશ્ચય થાય અને એ પુરુષોત્તમ નારાયણનું ભજન, સ્મરણ, ધ્યાન, ઉપાસના કરે એ ભક્તના ઇન્દ્રિયો-અંત:કરણ પુરુષોત્તમરૂપ થઈ જાય છે’. આવી અલૌકિક સ્થિતિ થાય ત્યારે સ્વામી કહે છે તેમ ‘તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશ રે.’ હવે સાંભળનારા પણ રામ, બોલનારા પણ રામ અને જોનારા પણ રામ છે. શુકદેવજી મહારાજ ભગવતની કથા કરતા હતા. દશમસ્કંધની ભક્તિપૂર્ણ કથાનો આરંભ થયો ત્યારે શુકદેવજી મહારાજ ભાવસમાધિમાં લીન થયા. શુકદેવજી મહારાજનાં હૃદયકમળમાં પાંચ વર્ષના ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. ભગવાન શ્રીબાલકૃષ્ણની રૂપમાધુરીનું પાન કરતાં શુકદેવજીનું હૃદય ગદ્‍ગદ થયું. એમનાં નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. કંઠ રૂંધાઈ ગયો. શુકદેવજી કૃષ્ણમય બન્યા. પ્રેમની આ અલૌકિક અવસ્થાએ શુકદેવજીની વાણી મૌન થઈ ગઈ. પરમાત્માને થયું... ‘આ સંત તો ભાવસમાધિમાં લીન છે, હવે મારી કથા કોણ કહેશે?’ પ્રભુએ નિર્ણય કર્યો: ‘મારી કથા હું જ કરીશ’. મહાપુરુષોનો મત છે કે દશમસ્કંધની કથા શુકદેવજીએ નહીં પરંતુ સ્વયં શ્રીકૃષ્ણે કરી છે. શુકદેવના રોમેરોમનો કબજો કૃષ્ણે લઈ લીધો છે. શુકદેવ તો ક્યાંય ઓગળી ગયા છે. હવે બોલે છે તો કૃષ્ણ બોલે છે. સાંભળે છે તો કૃષ્ણ સાંભળે છે અને ઉત્તર આપે છે તો પણ કૃષ્ણ જ આપે છે! શુકદેવજી જેવા સંતની આ અલૌકિક અવસ્થા માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે – ‘આપ ટળી મળ્યા ભગવંતમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ’. કીટ-ભ્રમર ન્યારે જેનો દેહભાવ બ્રહ્મભાવમાં પલટાઈ જાય એવા સંત અને શ્રીહરિ વચ્ચે અનોખું અદ્વૈત સર્જાય છે. વેદમાં ઋષિ વામદેવની કથા છે. બ્રહ્મની અલૌકિક અનુભૂતિની અવસ્થાએ ઋષિ વામદેવે ઘોષણા કરી છે: अहं मनुरभवम् अहं सूर्यः ‘હું મનુ થયો, હું સૂર્ય થયો, સર્વ સર્જન મેં કર્યું. જેના રોમેરોમમાં પરબ્રહ્મની પ્રગટ્યા છે એવા વામદેવને પોતાપણું મટી ગયું છે. ઋષિ સ્વયં પરબ્રહ્મની ભૂમિકામાં આવી પોતે જ અનંત સૃષ્ટિના સર્જનહાર છે એમ માનીને ઘોષણા કરી રહ્યા છે. આવી વાતોમાં જોખમ ઘણું છે. આવી ઘોષણાઓ ઉત્કૃષ્ટ અનુભૂતિની અવસ્થાએથી થવી જોઈએ, આડંબરથી નહીં. આજે ઘણા આડંબરી અને દંભી મહાત્માઓ પણ આવી જ ઘોષણા કરતા ફરે છે: ‘અમે જ ભગવાન છીએ.’ જો આ શ્બ્દો કોઈ વામદેવના હોય તો અટલ વિશ્વાસ અને શ્રદ્ધાને પાત્ર હોય. પણ મોટે ભાગે આવી ઘોષણાઓ વામદેવની નહીં, વામણાઓની હોય છે! લઘરવઘર લૂગડાંવાળો, ગૂંચળા વળી ગયેલા વાળવાળો, ફાટેલા લીરાંની ગોદડીવાળો, ધૂળથી રગદોળાયેલા શરીરવાળો, જેને નથી ખાવાનાં ઠેકાણાં, નથી બોલવાનાં ઠેકાણાં એવો રસ્તે રખડતો પાગલ બકવાસ કરે કે ‘હું ભારતનો રાષ્ટ્રપતિ છું’ તો કાં દયા ખાવાની હોય અથવા તો એની ઉપેક્ષા કે મજાક કરવાની હોય! પાગલની ઘોષણા અને પરમહંસની ઘોષણાના તફાવતને સમજી લેવો જોઈએ. એકની ડગળી ચસકી ગઈ છે એટલે દારૂડિયાની જેમ બકવાસ કરે છે, બીજો પ્રબુદ્ધ અવસ્થાએ અનુભવસિદ્ધ ઘોષણા કરે છે. એટલે તો મુક્તાનંદ સ્વામી કીર્તનમાં અવારનવાર ‘અનુભવી’ શબ્દનો પ્રયોગ કરે છે: અનુભવીને અંતરે રહે રામ વાસ રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશ રે... આ કોઈ વ્યક્તિપૂજામાં ડૂબેલા પાગલનો પ્રલાપ નથી. દુનીયાના સર્વ પ્રકારનાં માન-સન્માનની જેને કાંઈ પડી નથી, જે સર્વવિધ એષણાઓથી મુક્ત છે એવા મહાપુરુષની અનુભવસિદ્ધ વાત છે. આવા સંતો ચૌદ ભુવનને પાવન કરનારા છે. આવા સંતો જ્યાં જ્યાં ચરણ ધરે ત્યાં ત્યાં તીર્થો સર્જાય છે. નદીઓ તો ઘણી છે પણ ગંગાજી એ ગંગાજી છે. ગંગાજીના એક એક જલબિંદુમાં પરમાત્માની દિવ્ય ઊર્જા ભરી છે કારણ કે ગંગાજીને નારાયણના ચરણનો સ્પર્શ છે. આવી જ સ્થિતિ અનુભવી મહાપુરુષોની છે. એમના રોમેરોમમાં પુરુષોત્તમ નારાયણનો પાવનકારી પ્રકાશ પથરાયો છે. અહીં શ્રીહરિ અને સંત વચ્ચે કોઈ અલૌકિક પ્રેમાદ્વૈત સર્જાયેલ છે. જ્ઞાનીઓ અને પ્રેમીઓની ભૂમિકાનો સૂક્ષ્મ ભેદ સમજી લઈએ. જ્ઞાની કૂટસ્થ ભાવથી માયાના પ્રવાહોને નિહાળે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે – गुणा गुणेषु वर्तन्ते इति मित्वा न् सज्जते I ‘ગુણો ગુણોનું કાર્ય કરે છે. ઇન્દ્રિયોનું કાર્ય કરે છે. આત્મભાવમાં પ્રતિષ્ઠિત જ્ઞાની નિર્લેપ રહે છે.’ જેમ કોઈ નદીકિનારે બેઠેલો માણસ શાંતિથી તટસ્થભાવે નદીની રમણીય ધારાને નિહાળે છે એ જ રીતે જ્ઞાની માયાના ગુણમય પ્રવાહોને કૂટસ્થભાવે નિહાળે છે. કિનારે બેઠેલો માણસ તણાતો નથી એ જ રીતે જ્ઞાની પુરુષ ગુણમયી ધારામાં તણાતો નથી. જ્ઞાનીએ પોતાના દેહભાવનું બલીદાન આપી દીધું છે. દેહભાવનું બલીદાન દેવું એ સાધારણ વાત નથી. સાહસ વગર આવું બલિદાન શક્ય નથી. આ તો ‘શિર પડે અને ધડ લડે’ એના જેવી વાત છે. અવધૂત પોતાની અખંડ ધૂણીમાં ઈંધણાં હોમે તેમ જ્ઞાનીઓ પોતાનાં દેહ, ઇન્દ્રિયો અંત:કરણ અને શુભાશુભ કાર્યોનાં ઇંધણાંને આત્માના પ્રદીપ્ત અગ્નિમાં હોમી દ્યે છે. જ્ઞાનીઓએ જગતનાં સર્વ બંધનોને કાપી નાખ્યાં છે. રાગદ્વેષ, સુખ, દુ:ખ, હર્ષ, શોક-માન, સન્માન બધું જ બાળી નાખ્યું છે. આ બહું મોટું સાહસ છે પણ જ્ઞાનીઓ કરતાં પ્રેમીઓ વધારે સાહસી છે. જ્ઞાનીઓ કરતાં પ્રેમીઓ એક પગલું વધારે ભરે છે. જ્ઞાનીઓ દેહભાવનો હોમ કરે છે પણ બ્રહ્મભાવ જેમનો તેમ ઊભો રહે છે. જ્યારે પ્રેમીઓ પ્રેમના પ્રદીપ્ત અગ્નિમાં બ્રહ્મભાવને પણ હોમી દે છે. જ્ઞાનીઓ આત્મરૂપ થયા છે. પ્રેમીઓ પરમાત્મરૂપ છે. પ્રેમીઓ અને પરમાત્મા વચ્ચે એક અલૌકિક પ્રેમાદ્વૈત સર્જાય છે. પ્રેમાદ્વૈતમાં ઇન્દ્રિયો અંત:કરણ પુરુષોતમરૂપ થાય છે. પ્રેમાદ્વૈતમાં દેહભાવ તો ઓગળી જ જાય છે પરંતુ બ્રહ્મભાવ પણ પરબ્રહ્મમાં લીન થાય છે. યોગશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો યોગમાં સમાધિના બે પ્રકાર છે. સંપ્રજ્ઞાત સમાધિ તથા અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ એટલે સવિકલ્પ સમાધિ. અસંપ્રજ્ઞાત સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં વિષયવાસનારૂપી બીજોનો વિનાશ થાય છે અને કોરી ‘મેજિક સ્લેટ’ જેવું ચિંત્ત બચે છે. યોગી દ્રષ્ટાભાવે ચિત્તને નીરખે છે. અહીં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટી વિલસે છે. ચિત્ત દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, દ્રશ્ય જોનારી આત્મવૃત્તિ દર્શન છે. બળી ગયેલી સીંદરી બાંધવાના કામમાં ન આવે તેમ આ અવસ્થાએ દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટીનો વિલાસ અવશ્ય હોય છે પરંતુ વાસનારૂપી બીજો બળી ગયા હોવાથી ચિત્તમાં ફરીથી સંસારનું સર્જન કરવાની ક્ષમતા નહીંવત્‌ રહે છે. આ અવસ્થાને યોગશાસ્ત્રમાં સંપ્રજ્ઞાત અથવા ��વિકલ્પ સમાધિ કહે છે. નિર્વિકલ્પ સમાધિમાં યોગીના ચિત્તનો પણ લય થાય છે. દ્રશ્ય અદ્રશ્ય થવાથી દર્શનભાવ અને દ્રષ્ટાભાવ પણ રહેતા નથી. અહીં ત્રિપુટીનો લય થઈ જાય છે અને શુદ્ધ સચ્ચિદાનંદમયી આત્માનુભૂતિ બચે છે. જ્યાં સુધી દ્રષ્ટાભાવ છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ છે. દ્રષ્ટાભાવ પણ લીન થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ છે. આ નિર્વિકલ્પ બ્રાહ્મી અવસ્થામાં કોઈ વિક્ષેપ નથી, વિષયવાસના નથી, વિષયવાસનાના સંસ્કારો નથી, સંસ્કારોને સંઘરવાના ખજાનારૂપ ચિત્ત પણ નથી. યોગના અભ્યાસીઓએ મોટે ભાગે આ જ રીતે સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદ વર્ણાવ્યા છે. પ્રેમાદ્વૈતમાં સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિના સ્વરૂપયોગની પ્રસિદ્ધ સમાધીઓ કરતાં જુદાં પડે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે – निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणम् I ‘ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પર બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી,’ જેમ સવિકલ્પ સમાધિવાળો યોગી ચિત્તનો દ્રષ્ટા છે તેમ બ્રાહ્મી અવસ્થાએ એટલેકે યોગીઓની નિર્વિકલ્પ અવસ્થાએ પહોંચેલા ભક્તને પોતાના વિશુદ્ધ આત્મચૈતન્યમાં પરમાત્માનાં દર્શન થાય છે. યોગીની સવિકલ્પ સમાધિની અવસ્થા સગુણ અવસ્થા છે. જ્યારે પ્રેમીની આ સવિકલ્પ અવસ્થા સવિકલ્પ હોવા છતાં પૂર્ણ રીતે નિર્ગુણ છે. અહીં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટી છે પણ યોગીઓની સંપ્રજ્ઞાત સમાધિ જેવી આ ત્રિપુટી સગુણ નથી. પણ નિર્ગુણ છે, અલૌકિક છે, સહજ અને દિવ્ય આનંદથી સભર છે. આ દ્રષ્ટા, દ્રષ્ય અને દર્શનની ત્રિપુટીને ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી પણ કહી શકાય. અહીં બ્રહ્મરૂપ થયેલો ભક્ત ધ્યાતા છે. પરબ્રહ્મ ધ્યેય છે. નિર્ગુણ બ્રાહ્મી વૃત્તિ ધ્યાનનું સાધન છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો અહીં બ્રહ્મ અને પરબ્રહ્મ બન્નેનો પરસ્પર દ્રષ્ટાભાવ છે. આ અવસ્થાએ ભક્ત ભગવાનનું ધ્યાન કરે છે તો ભગવાન પણ પોતાના પ્રિય ભક્તને હેતથી નીરખે છે. અહીં પ્રેમના ઉપહાર છે અને સામે પ્રેમથી સ્વીકાર છે. આ અવસ્થાએ ભક્ત વિવિધ દિવ્ય ભાવો અને સાધનોથી પરમાત્માનું દર્શન, ઉપાસન અને સેવન કરે છે. યોગીની સંપ્રજ્ઞાત સમાધિમાં આત્મા અને ચિત્તનો વિલાસ છે. પ્રેમીની સંપ્રજ્ઞાત સમાધિમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વિલાસ છે. આ જ અવસ્થા માટે નરસિંહ મહેતા કહે છે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ પણ આ બ્રહ્મ અને પરબ્રહ્મનો દ્વૈતભાવે રાસ એ ભક્તિયોગની મંજિલ નથી. હજુ અહીંથી પણ આગળ મહારાસની કુંજગલીમાં પ્રવેશ કરવાનો છે. પરમાત્માની કરુણાથી પ્રેમની જ્યારે ચરમસીમા પ્રગટે છે ત્યારે ભક્તના બ્રહ્મભાવનો પણ લય થઈ જાય છે અને માત્ર પરબ્રહ્મ જ વિલસે છે. ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે – एते राधादयः भक्ताः तस्य स्युः पार्श्वतः क्वचित् I क्वचित् तदङ्गेतिस्त्रेहात् तदा ज्ञेयः सः एकलः II ‘એ રાધા, લક્ષ્મી વગેરે ભક્તો ક્યારેક તો પરમાત્માની પાસે હોય છે અને ક્યારેક તો અત્યંત પ્રેમે કરીને પરમાત્માના સ્વરૂપમાં લીન રહે છે. ભક્ત જ્યારે અત્યંત પ્રેમે કરીને ભગવાનમાં લીન થયો હોય ત્યારે ભગવાનને એકલા જ જાણવા.’ આ પ્રેમાદ્વૈતની ઉત્કૃષ્ટ અવસ્થા છે. નિર્વિકલ્પ સમાધિમાં યોગીના દેહ અને ચિત્તનો લય થાય છે. જ્યારે પ્રેમીના આત્માનો લય છે. આ પ્રેમાદ્વૈતની અલૌકિક ભૂમિકાએ માત્ર પરબ્રહ્મ રમે છે. જેમ દૂધમાં સાકર ભેળવવામાં આવે ત્યારે થોડી વાર સાકરનું અસ્તિત્વ અલગ જણાય પણ સાકર ઓગળી જાય પછી સાકરનું અલગ અસ્તિત્વ રહેતું નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે – રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાંહી ભળી આજ એકાદશી સુફળ ફળી સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી. દિવ્ય મહારાસની આ કોઈ અનિર્વચનીય પરાકાષ્ટા છે. આ પ્રેમીઓની નિર્વિકલ્પ સમાધિ છે. પ્રેમાદ્વૈતની આ અલૌકિક અવસ્થાનો મર્મ – નથી માત્ર દર્શનશાસ્ત્રીઓ પામી શકતા. નથી માત્ર યોગાભ્યાસીઓ માણી શકતા. ભગવાન સ્વામિનારાયણ આ પ્રેમાદ્વૈતને વચનામૃતમાં ભગવાન અને ભક્ત વચ્ચેના અલૌકિક ‘તાદાત્મ્ય’ રૂપે પણ વર્ણવે છે. આ તાદાત્મ્યભાવને સમજવા માટે નંદ સંતોના એકબે પ્રસંગ જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી મહાસમર્થ સંત થયા તેઓ જૂનાગઢ મંદિરના મહંત હતા. તેઓશ્રી જૂનાગઢના જોગી કહેવાતા. અક્ષરબ્રહ્મનો અવતાર મનાતા. આ જોગી ત્રણેય અવસ્થામાં શ્રીહરિ સાથે રસબસ થઈને રહેતા. વેદોમાં ‘તત્વમસિ’ મહાવાક્યનો મહિમા છે. શંકરાચાર્યજી કહે છે, ‘તત્વમસિ મહાવાક્યનું શ્રવણ કરતાંની સાથે જ બ્રહ્મભાવ પ્રગટે તો મહાવાક્યનું શ્રવણ સાર્થક ગણાય.’ ગુણાતીતાનંદ સ્વામીના વેણે વેણે શ્રોતાઓનો દેહભાવ દૂર થતો અને બ્રહ્મભાવ પ્રગટી જતો. શ્રોતાઓ નિર્ગુણ નિરાવરણ સ્થિતિએ પરબ્રહ્મનો અલૌકિક અનુભવ કરતા. આ દેહાતીત અવસ્થાએ ઘણાને અલૌકિક ઉન્માદ પ્રગટતો. ‘તેજ, તેજ, તેજ’ એવી ચીસો પાડતા. એમને ઓરડામાં પૂરવા પડતા. પણ પૂરનારો પાછો આવે તે પહેલાં તો બંધ બારણાંવાળા ઓરડામાં પુરાયેલ ભક્તો દીવાલોના આવરણો ભેદી સભામાં પહોંચી જતા. એના દેહની ગતિને દીવાલોના અવરોધ નડતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી આવા નાદબ્રહ્મના નિષ્ણાત સંત હતા છતાં સ્વામીનું જીવન એટલે સાદગીનું મૂર્તિમંત રૂપ! સાદું ભોજન, સાદું આસન, સાદાં વસ્ત્રો, સેવામય નિ:સ્પૃહી જીવન. સ્વામી રોજ સાવરણો લઈને મંદિરનો ચોક વાળે ત્યારે દર્શન કરનારને અનુમાન પણ ન થઇ શકે કે આ સંત આવડા મોટા મંદિરના મહંત છે અથવા અક્ષરબ્રહ્મનો અવતાર છે. એક વાર જુનાગઢમાં મંદિરની હવેલીનું બાંધકામ ચાલતું હતું. સ્વામી કેડે કછોટો વાળી કડિયાઓને બેલા અંબાવતા હતા. એકવાર સ્વામીના હાથથી બેલું છટક્યું અને પગ ઉપર પડ્યું. એ જ વખતે ગઢપુરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી આછી ચીસ પ્રગટી. પ્રસંગ જૂનાગઢમાં બન્યો, વેદનાની ચીસ ગઢપુરમાં ઊઠી. શ્રીહરિ પાસેના પરમહંસોએ પૂછ્યું, ‘મહારાજ’ શું થયું?’ મહારાજ બોલ્યા, ‘એ તો મારા સંતના પગ ઉપર બેલું પડ્યું એની અમને પીડા થઈ!’ ભગવાન સાથે આવી એકાકારતા હોય એને ઉઘાડી આંખે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. ગઢપુરમાં એક બીજા પ્રેમી સંત હતા. નામ સચ્ચિદાનંદ સ્વામી હતું. સચ્ચિદાનંદ સ્વામી એટલે સ્નેહનો સાગર કહેવાય. એક વાર અકળ કારણવશાત્‌ ભગવાન સ્વામીનારાયણે પાસેના પાર્ષદોને કહ્યું, ‘આ સચ્ચિદાનંદ વેવલો છે એને અમારાથી દૂર રાખો. એને ધક્કા મારી ઘેલા નદીને સામે કાંઠે મૂકી આવો.’ મહારાજની આ અકળ લીલાનો મર્મ પાર્ષદો પામી ન શક્યા. એમણે તો આદેશ થયો એટલે સ્વામીને ઉઠાવી ઘેલા નદીને સામે કાંઠે મૂકી દીધા. ઉનાળાનો સમય હતો. આકાશમાંથી આગ વરસતી હતી. ચારે બાજુ સખત લૂ વાતી હતી. સચ્ચિદાનંદ સ્વામી તો શ્રીહરિના વચને ધોમ ધખતા તાપમાં ઉઘાડે ડિલે ઘેલાને કાંઠે બેઠાં બેઠાં શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યા. શરીર તો આખરે શરીર. સ્વામીને ભારે તરસ લાગી, કંઠે શોષ પડ્યો, શરીર આકુળવ્યાકુળ થયું. આ બાજુ અક્ષરઓરડીમાં શ્રીજી મહારાજ વારંવાર પાણી માગે. ‘એમને તરસ લાગી છે, પાણી આપો, તરસ લાગી છે, પાણી આપો.’ મૂળજી બ્રહ્મચારી વારંવાર મહારાજને પાણી પાય પણ શ્રીહરિની તરસ કેમેય શાંત ન થાય. મહારાજ કહે, ‘ અમને બહુ બળતરા થાય છે, હજુ પાણી આપો.’ મૂળજી બ્રહ્મચારીએ સાકરનું ઠંડું સરબત પાયું. મહારાજ કહે, ‘હજુ અમારી બળતરા શાંત થતી નથી.’ પાર્ષદો પંખાથી શ્રીહરીને પવન નાખવા લાગ્યા. સંતોએ શરીરે શીતળ ચંદનના લેપ કર્યા. પણ શ્રીજી મહારાજની તરસ અને બળતરા કેમેય ઘટે નહીં. આસપાસના સેવકો મૂંઝાયા. શું કરવું તે કોઈને સૂઝતું નથી. સંતોએ હાથ જોડી પૂછ્યું ‘મહારાજ! આપની લીલા અમે સમજી શકતા નથી, હવે આપ જ કહો, અમે શું કરીએ તો આપને નિરાંત થાય?’ મહારાજે કહ્યું, ‘ઘેલાને સામે કાંઠે પેલો સચ્ચિદાનંદ બેઠો છે એને ઠંડા શરબત પાવ તો જ અમારી બળતરા શાંત થશે, નહીંતર નહીં થાય.’ સંતોએ સચ્ચિદાનંદ સ્વામીને ઠંડાં શરબત પાયાં અને અહીં મહારાજની બળતરા શાંત થઇ. મહારાજ કહે, ‘એ સંતને અમારી પાસે પાછા બોલાવો.’ પાર્ષદો સચ્ચિદાનંદ સ્વામીને પાછા બોલાવી લાવ્યા. મહારાજ ઊભા થઈ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. મહારાજ કહે, ‘ આ સંત અને અમારે અતિ એકાત્મતા વર્તે છે. એ અને અમે અલગ નથી’. આવી એકાત્મતાની અનુભૂતિએ – તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશ રે... અનુભવીને અંતરે રહે રામવાસ રે. આગળ પંક્તિમાં સ્વામી કહે છે – જ્યાં જુવે ત્યાં રામજી, બીજું ન ભાસે રે... ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. જીવનાં હૃદય કામમય છે એટલે એને બધું કામમય ભાસે છે. અનુભવીઓનાં હૃદય રામમય છે એટલે એને બધું રામમય ભાસે છે. ફરીથી અહીં જ્ઞાનીઓ અને પ્રેમીઓની દ્રષ્ટિઓના ભેદનો આસ્વાદ માણીએ. જ્ઞાનીઓ કહે છે – आत्मबत् सर्वे भूतेषु I જ્ઞાનીઓને સર્વત્ર આત્મતત્વનો જ વિલાસ હોવાથી કોઇ પ્રત્યે જુગુપ્સા, ઘૃણા કે રાગદ્વૈષ હોતા નથી. પ્રેમીઓની ભૂમિકા જરા જુદી છે. જ્ઞાનીઓને જ્યાં પોતાનો આત્મા દેખાય છે ત્યાં પ્રેમીઓને પરમાત્મા દેખાય છે. સૃષ્ટિના અણુએ અણુમાં એ પોતાના ઇષ્ટદેવની મૂર્તિ નિહાળે છે. લાલી મેરે લાલ કી, જીત દેખો તિત લાલ. લાલી દેખન મૈં ચલી, મૈ ભી હો ગઇ લાલ. અનુભવીઓની આંખો એક્સરે જેવી હોય છે. એક્સ-રે પદાર્થની ઉપલી સપાટીએ અટકતું નથી. પદાર્થની અંદર આરપાર ઊતારી જાય છે. એ જ રીતે અનુભવીઓ જગતની વિવિધ ભાતોમાં ભૂલા પડતા નથી. એને આ ભાતભાતની ભાતીગળ સૃષ્ટિમાં ભગવાનનાં જ દર્શન થાય છે. જીવને રમાડવા માટે માયાએ ભાતભાતની ભાત્યો સર્જી છે. સત્તા-સંપત્તિ, માન-સન્માન માયાવી ભાતો છે. જાદુગરની માયાજાળ જેવી આપાત-રમણીય વિષયોની ઝાકમઝોળ માયાવી ભાત્યું છે. યોગની અવનવી સિદ્ધિઓ, દેવો અને દાનવોનાં કલ્પનાતીત સુખ, વૈભવ અને ઐશ્વર્યો માયાવી ભાત્યું છે. મયદાનવની રચનામાં અભિમાની દુર્યોધન અથડાય તેમ જીવો આ ભાતીગળ ભાત્યુંમાં અથડાયા કરે છે. સંસારીઓ તો અથડાય, સંન્યાસીઓ પણ આ ભાત્યુંમાં અથડાયા કરે છે. ભારે ભારે ધનવૈભવથી છલકાતા આશ્રમો, યુક્તિ-પ્રયુક્તિથી પ્રાપ્ત કરેલી ભારે ભારે પદવીઓ, ૧૦૮ કે ૧૦૦૮ની ઉપાધિઓ આ બધી માયાવી ભાત્યો છે. જેમાં મોટા મોટા મહાત્માઓ અટવાય જાય છે. અનુભવીઓને ભાત્યું નથી દેખાતી. એને પ્રત્યેક ભાત્યુમાં ભાત્યુંનો ભરનારો ભગવાન દેખાય છે. દીકરામાં બાપની અણસાર ઊતરે એમ સમસ્ત સૃષ્ટિમાં સર્જનહારની છબી ઊપસે છે. પણ જેની આંખોનાં તેજ ઝાંખાં છે તેને માત્ર સર્જન જ દેખાય છે, સર્જનહારની છબી દેખાતી નથી. અનુભવીઓની આંખો ગરુડ જેવી તેજસ્વી છે. એ સર્જનની સ્થૂળ સપાટીમાં ભૂલા પડ્યા સિવાય સર્જનહારના સૂક્ષ્મ અસ્તિત્વ સુધી પહોંચી જાય છે. એક વાર ભગવાન સ્વામિનારાયણના દર્શને ત્રણ પરમહંસો પધાર્યા જેમનાં નામ હતાં – બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી. ભગવાને પરમહંસોને પ્રશ્ન કર્યો, ‘હે પરમહંસો, તમે જ્યારે દેહ અને વ્યવહારની ક્રિયા કરો છો ત્યારે કઇ રીતે અમારી મૂર્તિમાં વૃત્તિ રાખો છો?’ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ‘મહારાજ, આમ તો અમારી વૃત્તિ તમારી મૂર્તિમાં જ રમે છે, પણ બાહ્ય ક્રિયા કરતી વખતે અમે વૃત્તિને એક હાથ બહાર કાઢીએ છીએ. ક્રિયા પૂરી થાય ત્યારે ચાર હાથ પાછી સંકેલીએ છીએ ત્યારે નિરાંત થાય છે.’ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ‘મહારાજ, હું એક વેંત વૃત્તિ બહાર કાઢી બાહ્ય ક્રિયા કરું છું પછી બે વેંત પાછી સંકેલી તમારી મૂર્તિમાં રમું છું’. હવે શ્રીહરિએ સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, ‘સ્વામી, તમે કેમ કરો છો?’ સ્વરૂપાનંદસ્વામી હિન્દુસ્તાની સંત હતા. એમની સ્થિતિ અલૌકિક હતી. એમણે હિન્દુસ્તાની લહેકામાં જવાબ દીધો, ‘અરે ગુરુ મહારાજ! યે ક્યા બાત હૈ? ક્યા બહાર? ક્યા ભીતર? મેરે લિયે તો ચારોં ઓર આપ હી આપ હૈ’. સાંભળનારાઓને સ્વામીની વાત સમજમાં ન આવી એટલે સંશય થયો. ‘ચારે બાજુ મૂર્તિ જ દેખાતી હશે તો દેહની ક્રિયા કઇ રીતે કરતા હશે?’ સભામાં બેઠેલાઓના મનની વાત મહારાજ કળી ગયા. એમણે સ્વામીને પૂછ્યુ ‘સ્વામી! એમ કેમ થાય?’ સ્વામી કહે, ‘જુવો મહારાજ, તીરની અણીએ લીંબુ ખોસ્યું હોય પછી જ્યાં જ્યાં તીર તાકે ત્યાં ત્યાં લીંબુ જ દેખાય એમ અમારી વૃત્તિરૂપી તીરમાં તમારી મૂર્તિ પરોવી દેધા છે. એટલે જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં મૂર્તિ જ દેખાય છે બીજુ કાંઈ દેખાતું નથી.’ કલાપી કહે છે – ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની.’ કલાપી મસ્ત કવિ છે. પ્રેમી દિલના છે. પણ ભૂતકાળને વાગોળે છે. ‘યાદી ભરી છે આપની’. એનો અર્થ છે કલાપીની નજરમાં પ્રિયતમા ભૂતકાળ છે, વર્તમાન નથી. રેતીમાં પગલાંની છાપ જોઇને તેઓ પોતાના પ્રિયપાત્રને સ્મરે છે. કારણ કલાપી કવિ છે, પ્રેમ એમનો ઉચ્ચ કક્ષાનો છે પણ લૌકિક છે. કલાપી અલૌકિક પ્રેમના અનુભવી નથી. અનુભવી કાલાતીત હોય છે. એમને ભૂત કે ભવિષ્ય નથી હોતા એ સદાય વર્તમાનમાં જ રમણ કરે છે. એમની નજરે પગલાંની છાપો નહી પરંતુ પગલાંનો પાડનાર સ્વયં પ્રત્યક્ષ અનુભવાય છે. જ્યાં જુવે ત્યાં રામજી બીજું ન ભાસે રે... બીજું ન ભાસે રે એટલે પોતાની જાત પણ ભાસતી નથી. જહાં મૈં વહાં હરિ નહીં, જહાં હરિ વહાં મૈં નાહીં. પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય. આગળ સ્વામી કહે છે – કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે, એમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે... અહીં કેવળ કોરા-શુષ્ક આત્મજ્ઞાનના ઉદયની વાત નથી પણ ભગવત ભાવથી ભરપૂર બ્રહ્મભાવના ઉદયની વાત છે. શ્રુતિ કહે છે – नित्यो नित्यानाम् चेतनश्चेतनानाम् I ‘જે નિત્યોમાં પરમ નિત્ય છે, જે ચેતનોમાં પરમચેતન છે.’ અનંત અનંત નિત્ય ચેતન આત્માઓ ફૂલોની માળા પેઠે પરમાત્માના કંઠનાં આભૂષણો છે. ભગવદ્પાદ પામાનુજાચાર્યએ અનંત ચેતનોને ભગવાનના વક્ષ:સ્થળ ઉપર વિરાજમાન કૌસ્તુભમણિના સ્થાને ગણ્યા છે. એટલે જ અહીં આત્માનો ઉદય એટલે માત્ર બ્રહ્મભાવ નહીં પણ પરબ્રહ્મના ઉદયની વાત છે. ચંદ્રનો ઉદય ગમે તેટલો શાતાકારક હોય પણ એથી અંધકાર સર્વથા દૂર ન થઇ શકે. અંધકારને દૂર કરવા માટે સૂર્યનો ઉદય થવો જરૂરી છે. બ્રહ્મનો ઉદય ચંદ્રોદય છે. પરબ્રહ્મનો ઉદય સૂર્યોદય છે. અનુભવી સંતો આત્માની સ્વતંત્રતામાં રાચવાને બદલે પરમાત્મા પ્રત્યેની પરતંત્રતાને વધારે પ્રિય ગણે છે. જે ક્ષણે પ્રકાશનું કિરણ પ્રગટે એ જ ક્ષણે આદિકાળની અંધારી ગુફામાંથી અંધકારનું અસ્તિત્વ ઓસરી જાય એ જ રીતે બ્રહ્મભાવનો ઉદય થાય ત્યારે અનાદિ અજ્ઞાનનો અંધકાર ઓસરી જાય. ભગવતજીમાં સુંદર પ્રસંગ છે. પરીક્ષિતે શુકદેવજીને કહ્યું, ‘ગુરુદેવ, મને મુક્તિનો મારગ બતાવો.’ શુકદેવજી કહે, ‘મુક્તિ મુક્તિ શું કરે છે? મુક્તિ મેળવવાની ચીજ નથી. મુક્તિ તો તારો સહજ સ્વભાવ છે. બંધનો તો તેં તારા ઉપર અજ્ઞાને કરીને માની લીધા છે. જ્યારે તારો બ્રહ્મભાવ જાગશે ત્યારે તારે મુક્તિ માટે ભીખ માગવી નહીં પડે.’ જ્ઞાનનો ઉદય થાય એટલે અજ્ઞાન ભાગવા માંડે. અહીં સ્વામીએ સરત દ્રષ્ટાંત દીધું છે. કેસરી કેરા ગંધથી કરિ કોટિ ત્રાસે રે, આત્મા કેસરી સિંહ છે, અજ્ઞાન મદોન્મત્ત હાથી જેવું છે. હાથીઓ ગમે તેટલા હોય અને ગમે તેટલા શક્તિશાળી હોય પણ કેસરી સિંહની ગંધ માત્રથી ભયભીત થઇ આઘાપાછા ભાગવા લાગે છે. એ જ રીતે બ્રહ્મભાવનો ઉદય થતાં અજ્ઞાનરૂપી હાથીઓ ભાગવા લાગે છે. એક વાર સાંઇ કવિ મકરંદે સરસ વાત કરી હતી. ભગવાન બુદ્ધે ભિક્ષુઓને પૂછ્યું, ‘ભિખ્ખુઓ, વનમાં નિર્ભય કોણ ફરે?’ ભિક્ષુઓએ કહ્યું, ‘ભગવાન્‌! વનમાં સિંહ નિર્ભય ફરે છે.’ તથાગતે કહ્યું, ‘નહીં ભિખ્ખુઓ, નહીં. સિંહને શત્રુઓ છે. જ્યાં શત્રુતા હોય ત્યાં નિર્ભયતા ન હોય!’ ભિક્ષુઓએ પૂછ્યું, ‘ભગવાન્‌! તો આપ જ કહો, વનમાં નિર્ભય કોણ ફરે?’ તથાગતે કહ્યું, ‘વનમાં ભિખ્ખુઓ નિર્ભય ફરે છે. કારણ કે ભિખ્ખુઓ અજાતશત્રુઓ છે.’ મુક્તાનંદ સ્વામી કહે છે, ‘આવા અજાતશત્રુ અનુભવી સંતોરૂપી મૃગરાજો જ્યાં વિહરતા હોય ત્યાં અજ્ઞાનરૂપી હાથીઓ ટકી શકતા નથી.’ આપણે પણ અનુભવી સંતોની પેઠે જ મૃગરાજ છીએ, પણ આપણી સ્થિતિ ઘેટાંઓના ટોળા ભેળા ઊછરેલા સિંહ જેવી થઈ ગઈ છે. આપણે અજ્ઞાનવશ આપણને ઘેટાં માની લીધાં છે. કબીરજી કહે છે – ‘આજ સખી મૈં કૌતુક દેખા, ઠાડો સિંહ ચરાવૈ ગૈયા...’ ગાયોના ટોળા સિંહને ચારે એવી આપણી સ્થિતિ છે. આપણે ઇન્દ્રિયો અને અંત:કરણરૂપી ગાયોના સ્વામી હોવા છતાં એના ગુલામ થઇને ફરીએ છીએ. કારણ કે આપણો બ્રહ્મભાવરૂપી મૃગરાજ અજ્ઞાનરૂપી અમાવાસ્યાના અંધકારની પાછળ સૂરજની જેમ સંતાઇ ગયો છે. કીર્તનની આ પંક્તિ આપણા બ્રહ્મભાવને જગાડવા માટે ભૈરવી નાદ જેવી છે : હું ટળ્યે હરિ ઢુંકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે... પરમાત્મા આપણા અંતરમાં અહર્નિશ બિરાજે છે પણ આપણે સર્જેલા પરદાઓ એનું દર્શન થવા દેતા નથી. સૌથી મોટા, મજબૂત અને કોઇ રીતે હટે નહીં એવો પરદો હોય તો તે છે આપણો અહંકાર. એટલે તો કબીરજી કહે છે, ઘુંઘટ કે પટ ખોલ રે, તુજે પિવ મિલેંગે. આપણે જ આપણા મુખ પર અહંકારનો ઘાટો ઘુંઘટ ઓઢી લીધો છે અને એથી જ આપણો પ્રિયતમ પાસે જ હોવા છતાં આપણને એનાં દર્શન થતાં નથી. અહંકાર આકાશથી પણ પાતળો છે. એના પ્રવેશને કોઇ અવરોધી શકતું નથી. નાના હોય કે મોટા ભાગ્યે જ કોઇ અહંકારની નાગચૂડથી મુક્ત રહી શકે. અહંકાર એક એવું વિષબીજ છે જેમાંથી જાતજાતના દોષો અને જાતજાતની ઉપાધિઓરૂપી વિષમયી વનસ્પતિઓ પાંગરે છે. સત્તા અને સંપત્તિનું અભિમાન આવે એ તો સમજાય; રૂપ અને સૌંદર્યનું અભિમાન આવે એ પણ સમજાય. પરંતુ સાધક જો સાવધાન ન રહે તો સદગુણોનું પણ અભિમાન આવે છે. સત્કર્મો પણ આપણને અહંકારની બેડીએથી બાંધે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ‘અહંકાર બહુરૂપિયો છે. એ જ્ઞાનીમાં જ્ઞાન રૂપે, તપસ્વીમાં તપ રૂપે, ધર્મીમાં ધર્મ રૂપે પ્રવેશ કરી જાય છે.’ ભગવાન સ્વામિનારાયણ કહે છે, ‘ભક્તિ કરે પણ સાવધાન ન રહે તો ભક્તપણાનું પણ માન આવે.’ અહંકારની લોહજંજીરો આપણને આપણી મંજિલ તરફ આગળ વધવા દેતી નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ‘કઢિયેલ દૂધમાં સર્પની લાળ પડે તો દૂધ વિષ બની જાય છે એ જ રીતે અહંકારની વિષલાળ સાધકની સર્વ સાધનાને દૂષિત કરી નાખે છે.’ સાધકની સાધનાનું મુખ્ય ધ્યેય અહંકારનું વિસર્જન હોવું જોઇએ. ધરતીના પેટાળમાં પાણી તો વહે જ છે. જરૂર છે માત્ર ઉપરના પથ્થરો હટાવવાની. પથ્થરો હટે એટલે પાણીનો પ્રવાહ પ્રગટવાનો જ છે. આપણા અંતરમાં પરમાત્મા પ્રગટ બિરાજે છે પરંતુ અહંકારના આવરણે એમને ઢાકી દીધા છે. અહંકારનો પથ્થર હટે એટલે એમના દિવ્ય ભાવની ગંગા બહાર વહેવા લાગે છે. એક શિલ્પીની જાણીતી કથા છે – ધોમ ધખતા તાપમાં શિલ્પી પથ્થર ઘડતો હતો. આસપાસના વાતાવરણને ભૂલી એ પોતાના કાર્યમાં મશગૂલ હતો. કુશળ કારીગરના કેળવાયેલા હાથે મૂર્તિનો સુંદર ઘાટ ઘડાતો જતો હતો. રસ્તે ચાલતો કોઇ વટેમાર્ગુ થંભીને આ જોઇ રહ્યો હતો. અદ્‍ભુતમૂર્તિને ઊપસતી જોઇ વટેમાર્ગુ શિલ્પીને બિરદાવતાં બોલ્યો ‘સરસ મૂર્તિ ઘડો છો.’ શિલ્પીએ કાંઇ પ્રતિભાવ ન આપ્યો. એ પોતાનું કાર્ય કરતો જ રહ્યો. વટેમાર્ગુએ ફરીને પ્રશંસા કરી, ‘સરસ મૂર્તિ ઘડો છો.’ શિલ્પકારના હાથ થંભી ગયા. એણે મુસાફર સામે જોયું. એની દ્રષ્ટિમાં ઉપાલંભ હતો. એણે પેલા પ્રશંસકને કહ્યું, ‘તમે નાસમજ છો! હું મૂર્તિ ઘડતો જ નથી.’ મુસાફરે આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તો તમે શું કરો છો?’ શિલ્પી બોલ્યો, ‘ભલા માણસ, આ પથ્થરમાં મારો પરમેશ્વર પુરાયો છે. એની આડેનાં આવરણોને હટાવું છું જેથી એ બહાર આવે. બાકી મૂર્તિનો ઘડનારો હું કોણ!’ વટેમાર્ગુએ આ શિલ્પી-કમ-સંતને વંદન કર્યાં. સાધકોની સાધનાની આ પ્રક્રિયા છે. અહંકારના આવરણો હટી જાય તો ભગવાન ક્યાં દૂર છે! પણ અહંકાર છોડવો એ ઘણું કઠણ છે. ધન, ધામ, પુત્રનો ત્યાગ થઈ શકે છે પણ અહંકારનો ત્યાગ થઈ શકતો નથી. વેદોના ઋષિઓ પણ અહંકારના આવરણને પુરુષાર્થના બળે હટાવી શકતા નથી એટલે પરમાત્માને પ્રાર્થના કરે છે: हिरण्यमयेन पात्रेण सत्यस्यापिहितम्‍ मुखम् I तत्वं पूषन्‍ आपावृणु सत्यधर्माय द्रष्टये II અહંકાર સુવર્ણના ઢાંકણ જેવો છે. એણે સત્યસ્વરૂપ પરમાત્માને ઢાંકી દીધા છે. ઋષિઓ પ્રાર્થના કરે છે, ‘હે પરમાત્મન્‌! અમારા આ સુવર્ણના ઢાંકણને હટાવો જેથી આપના સુંદર મનોહર રૂપના દર્શન થાય.’ ઉપનિષદો અહંકારને સુવર્ણના ચળકતા આવરણ સાથે સરખાવે છે. લોખંડનાં આવરણોને હટાવવામાં સંકોચ ન થાય. તાંબાપિત્તળનાં આવરણોને તોડવામાં પણ સંકોચ ન થાય. પરંતુ સુવર્ણનો ચળકાટ ભારે આકર્ષણ પેદા કરે છે. એને તોડવાનું કે છોડવાનું દિલ થતું નથી. સુવર્ણનો મોહ છોડવો કઠણ છે. એ જ રીતે અહંકાર છોડવો કઠણ છે. મુક્તાનંદ સ્વામી આ પદમાં અહંકારને દૂર કરવાનું સાધન બતાવે છે : હું ટળ્યે હરિ ઢુંકડા તે ટળાય દાસે રે... દાસભાવ પ્રગટે તો અહંકાર ટળી જાય. અહીં દાસભાવ કહ્યો છે, દ્રષ્ટાભાવ નહીં. શરણાગત ભક્તોનો ધર્મ છે ‘દાસભાવ’. જ્ઞાનીઓનો ધર્મ છે ‘દ્રષ્ટાભાવ’. દાસભાવથી જેવો અહંભાવ ટળે એવો દ્રષ્ટાભાવથી કદાચ ન ટળે. સાવધાની ન રાખીએ તો ભલભલા જ્ઞાનીઓને જ્ઞાનનો કેફ ચઢી જાય છે. ઊંચી વ્યાસગાદીએ બેસવા મળે એટલે મનાઇ જાય કે ‘હું જ જ્ઞાની છું. સઘળું જગત અજ્ઞાની છે.’ સામાન્ય માણસને જે સત્યની સમજ હોય તે કદાચ ઊંચી ગાદીએ બેઠેલાને ન હોય. મોટે ભાગે ઊંચી ગાદીએ બેઠેલાની આંખો મદથી ઘેરાય જાય છે. પછી તે ગાદી રાજગાદી હોય, વ્યાસગાદી હોય કે ધર્મગાદી હોય. સામાન્ય દેખાતો સેવક સત્યથી જેટલો નજીક હોય એટલો કદાચ ધર્મગાદીએ બેઠેલો ધર્મચાર્ય ન પણ હોય! નીચે બેસી શ્રવણ કરનારા પરમાત્માથી જેટલા સમીપ હોય એટલા કદાચ ઊંચે બેસીને ઉપદેશ કરનારા ન પણ હોય! સામાન્ય માણસોને અહં ટળવો સહેલો છે પણ કહેવાતી વિશિષ્ટ વ્યક્તિઓના અહંનો પડદો તૂટવો લગભગ અશક્ય છે. કારણ કે એમના મનમાં અનેક ભયંકર ભ્રમણાઓએ ડેરાતંબુ નાખ્યા હોય છે. એમનો સહુથી મોટો ભ્રમ એ હોય છે કે ‘અમારા જેવો કોઇ નથી.’ જગત આજ્ઞાની છે, પ્રકાશ પાથરવાનો ઇજારો અમારી પાસે છે.’ ‘અમારી ચિઠ્ઠીઓથી સ્વર્ગ મળે છે.’ એ બિચારાઓને ખબર નથી એમની ચિઠ્ઠીઓથી સ્વર્ગ તો ઠીક, શાકભાજી પણ ન મળે! નાના માણસોને રોકનાર-ટોકનાર ઘણા મળે પણ સિંહને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે! આવી જ દશા કહેવાતા મોટા માણસોની હોય છે. મોટે ભાગે મિથ્યા પ્રશંસાના કેફમાં જીવતા મોટા માણસોને નથી હોતી આત્મખોજ કે નથી હોતો સ્વભાવ ટાળે એવા સત્પુરુષોનો સમાગમ. અહંકાર ના વજ્ર જેવા રેણથી બંધ થયેલા એના અંતરના ઓરડામાં અધ્યાત્મનાં સૂર્યકિરણોનો પ્રવેશ થવો અઘરો છે. અહીં તો ‘જે માથા વાઢે એ જ માલ કાઢે.’ અહંકારને વધેરે એ જ આનંદના ખજાનાને મેળવે. આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રીફળ વધેરવાનો વિધિ છે. એનો અર્થ અહંકારને વધેરવાનો છે. અહંકાર એટલે માત્ર દેહભાવ નહીં, આત્મભાવનું શ્રીફળ પણ વધેરાવું જોઈએ. ફરીથી અહીં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો ભેદ સ્પષ્ટ થાય છે. જ્ઞાનીઓ દેહભાવનું બલિદાન આપે છે. પ્રેમીઓ દેહભાવની સાથોસાથ પોતાના આત્મભાવને પણ સમર્પિત કરે છે. નવધાભક્તિમાં છેલ્લો અને શ્રેષ્ઠ પ્રકાર છે – आत्मनिवेदनम् I શ્રીહરિના ચરણમાં ફૂલ – તુલસીની જેમ પોતાના આત્માને પણ સમર્પિત કરી દેવો એને આત્મનિવેદન કહેવાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે, ‘બ્રહ્મભાવે પરબ્રહ્મની સેવા કરવી એને અમે મુક્તિ માની છે.’ ભક્તિમાર્ગી સંતોએ જ્ઞાનીઓની મુક્તિ કરતાં ભગવાનની સેવાને વિશેષ પસંદ કરી છે. ભક્ત કવિ નરસૈંયો કહે છે – હરિના જન તે મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે નિત સેવા નિત દર્શન ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે ભૂતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે... ભાગવતજીના માહાત્મ્યમાં મુક્તિને ભક્તિની દાસી કહી છે. ભાગવતજી કહે છે, ‘મારા ભક્તો મારી સેવા વિના ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા.’ બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે સ્વામી – સેવકભાવ સનાતન છે. મુક્તિદશામાં પણ આ સ્વામી – સેવકભાવ અખંડ રહે છે. બહુધા જ્ઞાનમાર્ગમાં સાધક સ્વયં એવું સમજી બેસે છે કે ‘જેમને આત્મવિજ્ઞાન મળી ગયું એ કૃતાર્થ થઇ ગયા.’ આ લોકો ‘આત્મા સો પરમાત્મા’નું સૂત્ર રટે છે પરંતુ વાસ્તવમાં આત્મા પરમાત્મા જેવો બની શકે છે પણ પરમાત્મા ક્યારેય થઇ શક્તો નથી. રામાનુજાચાર્યજીએ મુક્તિદશામાં ‘સ્વતંત્રતાત્મ ભ્રમ’ની વાત કરી છે. આત્મવિજ્ઞાનને પામેલા જ્ઞાનીઓને એવી ભ્રાન્તિ રહી જાય છે કે ‘આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ અમારી અંતિમ મંજિલ છે. હવે અમે મુક્ત થયા, સ્વતંત્ર થયા. હવે અમારો નિયામક કોઇ નથી.’ આવી અનુભૂતિને ‘સ્વતંત્રતાત્મ ભ્રમ’ કહેવાય. પૂર્ણ અનુભવી મહાત્માઓને આવી ભ્રાન્તિ હોતી નથી. ખાણમાંથી હીરો નીકળે, સરાણે ચઢે, પહેલ પડે, એટલે એનું તેજસ્વી રૂપ સોળે કળાએ ઝળકી ઊઠે પરંતું એટલાથી પૂરતું નથી. એ હીરો કોઇ તિજોરીમાં કેદ થઇને પડ્યો રહે એમાં એની સાર્થકતા નથી. એ હીરો કોઇ હૈયાના હારમાં જડાવો જોઇએ તો જ એની સાર્થકતા છે. એ જ રીતે આત્મસ્વરૂપે ઝળહળવું એ તો હીરાને પહેલ પાડવા જેવી વાત છે. આખરે તો એ આત્મસ્વરૂપ પણ પરમાત્માના કંઠમાં આરોપાવું જોઇએ. દાસત્વભક્તિથી દેહભાવ અને આત્મભાવ બન્ને ઓગળી જાય છે. બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચેનો સ્વામી-સેવકભાવ સંબંધ સોળે કળાએ ઝળહળી ઊઠે છે. આવા અનન્ય સેવકથી પરમાત્મા અણુમાત્ર પણ છેટા રહેતા નથી. હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે... સ્વામી અહીં સંતને મહાસંત કહે છે. કારણ કે, સામાન્ય રીતે જગતમાં મોટા ગણાતા માણસો નાના થઇ શકતા નથી. મોટા થવું એ મોટાઇ નથી. મોટાઇ મળ્યા પછી નાના થઇને રહેવું એ જ ખરી મોટાઇ છે. પાંડવોના રાજસૂય યજ્ઞમાં દ્વારકાધીશ એઠાં પતરાળાં ઉઠાવવાની સેવા કરે છે એટલે તો યજ્ઞમાં પહેલી પૂજા કૃષ્ણની થાય છે. બ્રહ્મભાવને પામ્યા પછી પણ જે સંત સ્વતંત્રાત્મભિમાન છોડી પરબ્રહ્મના દાસ થયા છે એ જ સંતની મોટાઇ છે. એટલું જ નહીં, ભક્તિમાર્ગમાં તો દાસના દાસ થવાની વાત છે. ભાગવતજીમાં ષષ્ઠમ સ્કંધમાં વૃત્રાસુર ભગવાન પાસે માગે છે, दासानुदासो भवितास्मि भूयःI ‘હે પ્રભો, તમે મને તમારા દાસનો દાસ બનાવો.’ ભાગવતજીના દશમસ્કંધમાં બ્રહ્માજીએ પણ ભગવાન પાસે દાસત્વભક્તિ માગી છે. જ્ઞાનનાં સર્વોચ્ચ શિખરોને સર કર્યા પછી સેવાવ્રત સ્વીકારવું એ જ સંતની મહાનતા છે. ભક્તિમાર્ગી સંતપરંપરામાં ‘નીચામાં નીચા ટેલ’ કરવાનું લોહીમાં વણાયેલું હોય છે. સીધાંસાદાં સેવામય જીવન હોવા છતાં અધ્યાત્મના અનંત ગગનમાં ગરુડની પેઠે વિહાર કરનારા સંતોના ઇતિહાસથી ભારતીય સંસ્કૃતિ ભરપૂર છે.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫
www.swaminarayankirtan.org © 2025