પધારો પધારો નાથ કરુણા કરી શ્યામળા એકલાં સુખ નાવે..૩/૪

પધારો પધારો નાથ કરુણા કરી, શ્યામળા એકલાં સુખ નાવે;
મળી એકાંત ગલ બાંહી નાખ્યા વિના, ઘોરતમ રાત તે કેમ જાવે. પ. ૧
દીનબંધુ તમે સમુદ્ર છો દયાના, લાલ મુજ ઉપરે દયા લાવો;
પ્રીત રીતે કરી સેજમેં પાથરી, આપવા સુખ રંગ રેલ આવો. પ. ૨
વાટડી જોઇને રહી છું વાલમા, ભેટવા તણી મન આશ ભારી;
સુખ તણા ધામ આરામ છો સંતના, શ્યામ પુરી કરો હામ મારી. પ. ૩
હેતની વાત કરી બાંહી ઝાલો હસી, ભુધરા ભાવની દૃષ્ટિ ભાળો;
બ્રહ્માનંદ કેરડા નાથ રંગ રમીને, વાલમા રંગની રેલ વાળો. પ. ૪

મૂળ પદ

આજ ઉજાગરો નેણ દીસે હરિ

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી