ઓળે બદ્રીનાથને તું રહેને રે, નર સહિત નારાયન કહેને.૩/૪

 ૨૨૭૯ ૩/૪ પદ : ૩

ઓળે બદ્રીનાથને તું રહેને રે, નર સહિત નારાયન કહેને.  ઓ. ટેક
જમ હાથ જરૂર જ જાવો રે, પછે થાશે તુંને પસ્તાવો રે;
પ્રાણી અવસર નહીં મળે આવો.  ઓ. ૧
ક્ષેત્ર સબળ સમાર્યા તે ખેડી રે, ધર્યા રેહેશે મંદિર ને મેડી રે;
હાલી જાય છે જોને તારી હેડી.  ઓ. ૨
દેખી ભૂલીશમાં તન ગોરે રે, હું હું ઠાલું કરે હોરે હોરે રે;
નિત્ય કાળ આવરદાને ચોરે. ઓ. ૩
દિલ પાપ થકી તું ડરજે રે. ઝાઝો ભાર માથે મત ભરજે રે;
કરમ સમજી વિચારીને કરજે. ઓ. ૪
કર પ્રીતિ તું સંત સમાજે રે, જેમાં પ્રગટ હરિ નિત રાજે રે;
બ્રહ્માનંદ કહે તારે કાજે. ઓ. ૫

મૂળ પદ

નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી