પ્રાણી નર દેહ સુંદર પામી રે, ભજ નર રે નારાયણ સ્વામી૪/૪

૨૨૮૦ ૪/૪ પદ : ૪
પ્રાણી નર દેહ સુંદર પામી રે, ભજ નર રે નારાયણ સ્વામી. પ્રા. ટેક
સાચા સંતને શરણે તું રહેને રે, દયા આણીને અન્ન જળ દેને રે;
તારો જનમ સફળ કરી લેને. પ્રા. ૧
ભવતારણ જગપતિ ભેટી રે, મેલ લોકની લાજ સમેટી રે;
બાંધ પ્રેમતણી કસી પેટી. પ્રા. ૨
લાગ્યું જમનું વાંસે તારે લારૂં રે, લેશે આવીને સાંજ સવારું રે;
માટે કર તારા જીવનનું સારું. પ્રા. ૩
સાચા સંતને સંગે કરીને રે, દ્રઢ અંતર ધીર ધરીને રે;
ભજ પ્રગટ પ્રમાણ હરિને. પ્રા. ૪
મહેણું અનંત જન્મનું ઉતારે રે, હવે જીતી બાજી મત હાંરે રે ;
બ્રહ્માનંદનું કહ્યું હૈયે ધારે. પ્રા. ૫

મૂળ પદ

નારાયણ નામ લેને તું પ્રાણી રે, બદ્રીનાથ પ્રગટ જગ જાણી .

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0