તારો જનમ અલેખે વુઢો જાય રે, મૂરખ અભિમાની;૪/૪

૨૨૮૪ ૪/૪ પદ : ૪
તારો જનમ અલેખે વુઢો જાય રે, મૂરખ અભિમાની;
મેલી અમૃત વિખ શીદ ખાય છે રે, કુબુદ્ધિ કફરાની. ટેક.
મેહેર કરીને હરિ નર તન દીધું, તે અવળું તારું કીધું રે. મૂ. ૧
વિકર્મ કીધાં તેં તો હરિને વિસારી, ગઇ અક્કલ ક્યાં તારી રે . મૂ. ૨
મોટપમાં બોલ્યો મરડાતું, ભૂંડપ કેરું બાંધ્યું ભાતું રે. મૂ. ૩
બ્રહ્માનંદ વચન ઉર ધરજે. પાપ થકી તું પ્રાણી ડરજે રે. મૂ. ૪

મૂળ પદ

મનુવા નરનારાયણ સ્વામી રે, ભજી લે ભાવ કરી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી