જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી ૩/૪

જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી;
	દૃઢતા જોઈને રે, તેની મદદ કરે મોરારી...૧
બીક તજીને રે, નિત હિંમત સોતો બોલે;
	મસ્તક માયા રે, સર્વે તૃણ જેવું તોલે...૨
કેસરી સિંહને રે, જેમ શંકા મીલે નહિ મનમાં;
	એકાએકી રે, નિરભે થઈ વિચરે વનમાં...૩
પંડે છોટો રે, મોટા મેંગળને મારે;
	હિંમત વિનાનો રે, હાથી તે જોઈને હારે...૪
બ્રહ્માનંદ કહે રે, એમ સમજે તે જન શૂરા;
	તન કરી નાંખે રે, ગુરુ વચને ચૂરે ચૂરા...૫
 

મૂળ પદ

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી