કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;૧/૪

 ૨૨૯૪  ૧/૪ પદ : ૧ રાગ ગરબી.

 
કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;
પરત્રિયા માત સમ માને રે, કથા હરિની સુણજે કાને રે. 
પથ્થર સમ પર ધનને જાણે રે, અંતરમાં દયા ધરમ આણે રે;
દારૂ ને માંસ થકી ડરજે રે, કે સોબત સંત તણી કરજે રે.
કરમાં વેર કોઇ સાથે રે, કે મરવું છે જાણે માથે રે;
બ્રહ્માનંદ કહે સાચું પ્રાણી રે, ભૂખ્યાને દેજે અન્ન પાણી રે. 

મૂળ પદ

કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી