કહેજે માં કઠણ વચન કોઇને રે, કે ભરજે પગલાં તું જોઇને રે;૨/૪

 ૨૨૯૫ ૨/૪ પદ : ૨

 
કહેજે માં કઠણ વચન કોઇને રે, કે ભરજે પગલાં તું જોઇને રે;
કરે કાંઇક જીવતણું રૂડુ રે, કે જગમાં રહેવાનું કૂડું રે . 
કપટ છળ કોઇ દિન મત કરજે રે, કે ખોટી સાખ્યું માં ભરજે રે;
ફેલીને સંગ થાય માં ફેલી રે , જાવું છે જમડાની ડેલી રે.
તું અનર્થથી ડરતો રહેજે રે, કે શરણુ સદ્‌ગુરુનું લેજે રે;
બ્રહ્માનંદ કહે માન સાચું રે , કાયામાં તો રહેવાનું કાચું રે 

મૂળ પદ

કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી