તનડાની મમતા તું તજ્જે રે, કે રૂડા રઘુવરને ભજજે રે.૩/૪

૨૨૯૬ ૩/૪ પદ : ૩
તનડાની મમતા તું તજ્જે રે, કે રૂડા રઘુવરને ભજજે રે.
વિચારી જો કાયા તારી રે, કે એમાં કઇ વસ્તુ સારી રે.
રુધિર ને માંસ ભર્યુ સારે રે, કે મલ ને મૂત્ર ઝરે બારે રે;
અંતરમાં જોને તું ઉડું રે, કીડા ને પાચતણું કૂંડું રે .
ઉપરથી ચામ મઢ્યું આળું રે, કે તેને માને છે રૂપાળું રે;
બ્રહ્માનંદ કહે તન છે ખોટું રે, લેને તું હરિ શરણું મોટું રે .

મૂળ પદ

કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી