તપાસી જો થિર ન મળે તારું રે, કે વણ સમજે કહે છે મારું રે ;૪/૪

૨૨૯૭ ૪/૪ પદ : ૪

તપાસી જો થિર ન મળે તારું રે, કે વણ સમજે કહે છે મારું રે ;

મનોહર સુત ધન ને મેરી રે, છે જો તારા જીવતણાં વેરી રે.

મેલી સર્વેને અધવીચ મરવું રે, કે જમડાને લેખું ભરવું રે;

કરશે લેખા કાગળીયા કાઢી રે, કે પીલશે ચીંચોડે પાઢી રે .

તે માટે જોઇને કર્મ કરજે રે, દિલમાં સાહેબથી ડરજે રે;

બ્રહ્માનંદના સ્વામીને રટજે રે, કે હીણા મારગથી હટજે રે.

મૂળ પદ

કહું છું શિખામણ સારી રે, કે લેજે અંતરમાં ધારી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી