ચેત ચેત નર અંધ, કહત સંત ટેરકે;૧/૪

૨૩૦૨ ૧/૪           પદ : ૧ રાગ મંગળ
ચેત ચેત નર અંધ, કહત સંત ટેરકે;અવસર મળ્યા હે અનૂપ, ન આવે ફેરકે.                      ૧
સુર વંછીત નર દેહ, પાયકે ક્યા કીયા;મરણ જનમ જમ માર, સો ઉલટા શિર લીયા.       ૨
કાળ વ્યાલ વિકરાલ, ખડા હે તો શિરે ;ભૂલ્યા મૂઢ ગમાર , તું ફૂલ્યા ક્યા ફિરે.                 ૩
ધર્યા રહે ધન માલ, ખજાના મેરીઆ,બંધુ કુટુંબ પરિવાર, ત્રિયા સુત ચેરીઆ.                  ૪
કાળ અચાનક આય, ઝડપ લે જાયેગા;માર પડે જમ દ્વાર, તબે પછતાયગા.                    ૫
બ્રહ્મા કીટ પરજંત, દેહ સ્થિર ના રહે;એ તો અચલ સિદ્ધાંત , શ્રુતિ સ્મૃતિ કહે.                 ૬
સબસે છોડ સનેહ, નેહ કર નાથસે;ચિંતામણિ નર દેહ, ખોત ક્યું હાથસે.                       ૭
હરિજન વારમવાર, કહત પોકારકે;બ્રહ્માનંદ ભજ રામ, કામ વિસારકે.                           ૮ 

મૂળ પદ

ચેત ચેત નર અંધ, કહત સંત ટેરકે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી