અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;૩/૪


અલખપુરુષ અવિનાશી, ભજી લેને અલખપુરુષ અવિનાશી;
	કર્મ કટે તારાં અનંત જનમનાં, ફંદ મીટે ચોર્યાશી	...ભજી૦ ૧
સગાં કુટુંબી સુત ને નારી, માતા મામો ને માસી;
	અંતે ભેળું કોઈ નહિ આવે, અંતર દેખ તપાસી	...ભજી૦ ૨
ઘરમાં બેઠો ગાળો બોલે, દેખી તીરથવાસી;
	પરધન હરે કરે નિત્ય કુબુદ્ધિ, પરનારીની હાંસી	...ભજી૦ ૩
મારું મારું કરતો મૂરખ, મેલી ધન મરી જાશી;
	બ્રહ્માનંદ કહે હજી સમરી લે, રસિક શ્યામ સુખરાશી	...ભજી૦ ૪
 

મૂળ પદ

પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;

મળતા રાગ

ગોડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી