કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ ૩/૪

૨૩૪૦ ૩/૪ પદ : ૩

કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ; ટેક.

લાજ તજી ભજી લે લક્ષ્મીવર, દુર્લભ દેહી પાઇ. ભ. ૧

ઉદર માંહી ઊંઘે મસ્તક, રહ્યો હતો લટકાઇ;

તે દુઃખ તારી આગળ ઉભું, ભૂલી જા મા ભાઇ. ભ. ૨

માત પિતા બંધવ સુત નારી, સર્વ જૂઠ સગાઇ;

અંત સમે કોઇ કામ ન આવે માલ મુલક મોટાઇ ભ. ૩

જમપુરીમાં જમ લેખાં લેશે, લોહના થંભ ધખાઇ;

બ્રહ્માનંદ કહે ચેત અભાગી, સાચ કહું સમ ખાઇ. ભ. ૪

મૂળ પદ

કૃષ્ણ હરિ સુખકારી ભજમન કૃષ્ણ હરિ સુખકારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દરબારી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
કાંતિભાઈ સોનછત્રા (સ્વરકાર)
રંગભીના રૂપ હરિના
Studio
Audio
0
0