૨૩૪૨ ૧/૧ પદ : ૧ રાગ કલ્યાણ
નરનારાયણ વાસુદેવ હરિ, કૃષ્ણ કૃષ્ણ મુખ કહીયે;
હિમ્મત સહિત વચન તન ત્યાગી, વરત પંચ દ્રઢ રહીયે. ન. ટેક.
જરી વસ્ત્ર હેમાદિક ધાતુ, પર વસ્તુ ન ઉઠાવે;
વેચ્યા જોગ વસ્તુ નવ રાખે, સો નિર્લોભ કહાવે. ન. ૧
અષ્ટ ભાંતિ તન ત્યાગ ત્રિયાકો, રાગ નહીં સંભળાવે;
લલના દેખે ન હોવે ચેષ્ટા, ચતુરાઇ ન દેખાવે. ન. ૨
એક ભીંત અંતર નહીં રહેવે, પણ ખટ દિશ નવ ભાળે;
ચલતે પંચ હસ્ત રહે છેટે, સન્મુખ બેઠક ટાળે. ન. ૩
બાહેર ભીતર સો નિષ્કામી, અબ નિસ્વાદી દેખાવે;
બહુ ઘર જાચ કરે જલ મિશ્રિત , સ્મરણ સહિત અન્ન પાવે. ન. ૪
નિસ્પૃહી સો પિંડ બ્રહ્માંડસેં તજહે પ્રીત પ્રવીના;
માયાકૃત સો સત્ય ન માને, જાને કાળ ચવીના. ન. ૫
શિક્ષા વચન સુણે લઘુ સબસે, અંતર નાંહી અહંતા;
અર્થી તપી હું તું નહીં બોલે, સો નિર્માની સંતા. ન. ૬
ધીંગામસ્તી કરે નહિ કબહુ, મન વશ હોય ન દોડે;
નિજ અધિકાર કરે તહાં બેઠક, સતસંગતિ નહીં છોડે. ન. ૭
ગ્રહી ચોરી મદ્ય માંસ પરત્રિયા, તજીકે રહવે દૂરે;
વિધવાકુ ભૂલે નહીં પરસે, ખોટી સાખ ન પૂરે. ન. ૮
માત સુતા ભગિની માસી સંગ, એકાંતે નહીં સોવે;
ઇન્દ્રિયગ્રામ મહા બળવંત હે, સોવે તો પણ ખોવે. ન. ૯
સો ત્યાગી સો ગૃહી સંતસંગી , નાસ્તિક પાસ ન જાવે;
બ્રહ્માનંદ કહે કહ્યો શ્રી હરિ, પરમ ધામ સો આવે. ન. ૧૦