કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું ૨/૪

કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું...કાનુડા૦ ટેક.
મોહનનું મેણું મારે માથે, કોઈ દિ’ બીજાની નહીં કા’વું રે...સમ૦ ૧
ચૌદલોકમાં સર્વે અબળા, તેને વરીને ખોટી થાવું રે...સમ૦૨
વરીએ તો નટનાગરને વરીએ, અખંડ એવાતન છા’વું રે...સમ૦૩
બ્રહ્માનંદ કહે અવર પુરુષને, વરવાથી રૂડું વિખ ખાવું રે...સમ૦૪
 

મૂળ પદ

કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી