ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રેઃ૪/૪

૨૩૬૬  ૪/૪           પદ : ૪
 
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રેઃ
પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે .                                            મ. ટેક.
નીચું શીશ ચરણ તારા ઊંચા, દશ મહિના લટકાવ્યો રે.           ગ. ૧
બાર આવી રસિયો થઇ ડોલે, કામનિયે ભૂલાવ્યો રે.                       ગ. ૨
સગાં કુટુંબી સૌ મળીને, મોટો કહીને બોલાવ્યો રે.                         ગ. ૩
બ્રહ્માનંદ કહે હરિ ભજ્યા વિન, એળે જન્મ ગમાવ્યો રે.            ગ. ૪ 

મૂળ પદ

ભજી લેને શ્યામળો સુખકારી રે, ભજી લેને શ્યામળો સુખકારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી