ઉમ્મર તારી જાય છે ચાલી ચાલી રે.૪/૪

૨૩૭૦         ૪/૪   પદ : ૪
ઉમ્મર તારી જાય છે ચાલી ચાલી રે.                                          ઉ. ટેક
જેમ જેમ ઉમ્મર ઓછી રે થાય, તેમ તેમ કીધી ત્રિયા વહાલી રે.     ઉ. ૧
જોર જુલમ કરી માયા રે જોડી, ખરચી નહીં ભૂમાં ખોદી ઘાલી રે.   ઉ. ૨
આવ્યો તો ત્યારે બાંધી તે મુક્રી, જાતો તું જાઇશ હાથ ખાલી રે. ઉ. ૩
બ્રહ્માનંદ કહે જન્મ બગડ્યો, જમ લઇ જાશે ગળે ઝાલી રે. ઉ. ૪
 

મૂળ પદ

મેલીને સર્વે એકલા જાવું જાવું રે .

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી