ફૂલની બાંધી રે પોંચી ફૂલની બાંધી હેલી નટવરજીને હાથે, પોંચી ફૂલની બાંધી ..૩/૪

ફૂલની બાંધી રે, પોંચી ફૂલની બાંધી;
	હેલી ! નટવરજીને હાથે, પોંચી ફૂલની બાંધી	-ટેક.
ફૂલતણાં છોગલિયાં ફરતાં, મેલ્યાં મરમાળાં;
	કાનુ ઉપર ફૂલડાં ખોસ્યાં, લાગે રૂપાળાં-ફૂલની	૦ ૧
ફૂલદડો ઉછાળે વહાલો, લટકે મન લેવા;
	એ લટકાંને જોવા આવે, ભવ બ્રહ્મા જેવા-ફૂલની	૦ ૨
ફૂલડાંની ટોપી ગૂંથીને, પ્રેમે પહેરાવી;
	બ્રહ્માનંદ કહે એ છબી મેં તો, અંતર ઠેરાવી-ફૂલની	૦ ૩
 

મૂળ પદ

શ્યામની છબી રે સખી શ્યામની છબી;

મળતા રાગ

ગોડી ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શોભિતસ્વરૂપદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

નેણુંનો શણગાર
Live
Audio
7
1