જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;૬/૮

૨૪૩૯  ૬/૮   પદ : ૬
 
જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;
નખ શિખ સુધી નિંદ્યા જેવું, શી માંહી વસ્તુ સારીજી.               
માંસ રુધિરને માંહી ભરીને , ઉપર મઢિયું આળુંજી;
મોહતણે વશ થઇને, મૂરખ દેખે છે રૂપાળુંજી.                        
હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધીજી;
તે માંહી દ્રઢ મમતા તુંને, એ શી આવી આંધીજી.                    
ઉદરમાંહી આંતરડાં ભરિયા, આવે ગંધ નઠારીજી;                       
રગરગમાં રોગે વીંટાણું, મળ મૂતરની ક્યારીજી.                      
ટળતા એને વાર ન લાગે, આદિ અંતનું ખોટુંજી;
બ્રહ્માનંદ કહે એ સારું , તેં કામ બગાડ્યું મોટુંજી.                     ૫ 

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0