બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી;૭/૮

૨૪૪૦ ૭/૮ પદ : ૭
બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી;
સારું ભૂંડું કાંઇ ન સૂજ્યું, રમતમેં મન મોહ્યુંજી.
જવાનપણું જુવતીમેં ખોયું, ધનને અરથે ધાયોજી;
મનમાં સમજે મુજ સરીખો, નથી જગતમાં ડાહ્યોજી.
વૃદ્ધાપણમાં ચિંતા વાધી, હાથ પાવ નવ હાલેજી;
ઘરનાં માણસ કહ્યું ન માને, તે દુઃખ અંતર સાલેજી.
ભાળે નહીં રોગે ભેલાણો પડિયો લાંબો થઇનેજી;
જમના કિંકર ગરદન ઝાલી, ચાલ્યા જોરે લઇનેજી.
ઠાલો આવ્યો ભૂલો વુઢો, કાંઇ ન લઇ ગયો સાથેજી;
બ્રહ્માનંદ કહે જમ પુરી કેરું , મહા દુઃખ લીધું માથેજી.

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0