૨૪૪૨ ૧/૧ પદ : ૧ રાગ ધોળ
જીરે વરતમાન પાંચની વારતા રે, ત્યાગી અંતર વિચારો નરનાર રે; પ્રભુને ઇચ્છા પામવા રે. ટેક
નિરલોભી નિષ્કામી નિસ્સ્વાદી છે રે, નિસ્પ્રેહી નિરમાની નિરધાર રે પ્ર. ૧
કંચનાદિ ધાતુ જરી કેરા વસ્ત્રને રે, પડી વસ્તુ ન લેવે જાણે ધૂર રે. પ્ર. ૨
વેચે પૈસા આવે તે ન રાખે પાસલે રે, નિરલોભી દગાબાજ થકી દૂર રે. પ્ર. ૩
નારી નિરખણ શ્રવણ ન સંભારવી રે, હાસ્ય કીરતન કથાનો પ્રસંગ રે. પ્ર. ૪
ગુહ્ય જ્ઞાન ન સંકલ્પ તેથી બોલવું રે, ગાવી રાગ ન સુનાવે ન અડે અંગ રે. પ્ર ૫
વાટ ઘાટ એક ભીંતને અંતરે રે, ત્રિયા સ્નાન સ્થળે ન કરે વિરામ રે. પ્ર. ૬
નારી પ્રસંગ ન ચેષ્ટા થાય અંગમાં રે, ચાલે પંચ હસ્ત છેટે મન નિષ્કામરે. પ્ર. ૭
સાદુ ભોજન ન ઇચ્છે કેફાદિક તજેરે, સેજે ન મળે તો બહુ ઘર માગી લેતરે. પ્ર. ૮
માંહી જળ નાંખી પોખે નિજ પ્રાણને રે, નિસ્સ્વાદી જમે સ્મરણ સમેત રે. પ્ર. ૯
જાણે ચૌદ ભુવન કૃત કાળનું રે, તજે પિંડ બ્રહ્માંડથી પ્રીત રે. પ્ર. ૧૦
ભજે અક્ષર થઇને અક્ષરાતીતને રે, સોઇ સાધુ નિસ્પ્રેહી જગજીત રે. પ્ર. ૧૧
સહે કઠણ વચન સંસારનાં રે, નહીં રાગ ને દ્વેષનું ભાન રે. પ્ર. ૧૨
જાણે જ્ઞાન વૈરાગ્યને ભક્તિને રે, તેનું અંતરમાંહી નહીં અભિમાન રે. પ્ર. ૧૩
સૌથી લઘુ થઇને રહે સંતમાં રે, સહે શિક્ષાના વચન ગરજુ હોય રે. પ્ર. ૧૪
તપી પરસપર ને, હું તું નવ કહે રે, સાચા નિરમાની સાધુ જગ સોય રે. પ્ર. ૧૫
ગૃહી મદ્યમાંસ ચોરી અવેરી તજે રે, વિધવા નારીને ન સ્પર્શે ભૂલે હાથ રે. પ્ર. ૧૬
એને અજાણે અડે તો એક વ્રત કરે રે, ન કરે પંચમહા પાપ તેને માથ રે. પ્ર. ૧૭
ગૌબ્રહ્મહત્યા પાપ એના સંગમાં રે, માટે વિધવાને ન સ્પર્શશો બુદ્ધિવંત રે. પ્ર. ૧૮
માત સુતા ભગિનીને માસી આદિ દઇ રે એને સંગ નહીં આસન એકાંતરે. પ્ર. ૧૯
મહાકળી રે વ્યાપ્યો છે સર્વ જકતમેરે, માટે હરિભક્ત રેહેજો હુંશિયાર રે. પ્ર. ૨૦
બ્રહ્માનંદ એ જે વ્રત પંચ ધારશે રે, તે તો તરત ઉતરશે ભવ પાર રે . પ્ર. ૨૧