તો સાચા તું શૂરા રે, મનુવા , તો સાચા તું શૂરા રે;૪/૪

૨૪૪૬ ૪/૪ પદ : ૪
તો સાચા તું શૂરા રે, મનુવા , તો સાચા તું શૂરા રે;
દુબધાકું તજી દુરા રે , મનુવા , તો સાચ તું શૂરા રે. ટૅક
અણી અણી પર આય બની હે, લડલે ધણી હજૂરા રે . મ. ૧
કામ ક્રોધ મદ લોભ મહા બળ , મહાસેન મગરૂરા;
મમતા મેલ ખેલ કર યાસે, ધ્યાન અચળ ધરી ઉરા રે . મ. ૨
બખતર સજ અંગ પ્રેમ મહા બળ, ચાડ કમળ અતિ નૂરા;
ગુરુ ગમ ખડગ ઢાલ કર ધીરજ, ચલ દે સામે પૂરા રે. મ. ૩
પાંચ પચીસ માર વશ કર લે , સબ જગ કર તફ નૂરા;
તબ માનું દ્વાલીબંધ સાચા, હે અહંતા ન અંકુરા રે. મ. ૪
સબ તજ આશ વાસ કર ચરણું, ધન તન સબહી ધૂરા;
બ્રહ્માનંદ સદ્‌ગુરુ વચન પર , હો જા ચૂરાચૂરા રે. મ. ૫

મૂળ પદ

કર લે ખૂબ ફકીરી રે, બંદે કર લે ખૂબ ફકીરી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી