ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી; ફૂલ્યો રસિક સુજાણ જામા, ફૂલના પે'રી, ..૧/૪

ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી;
	ફૂલ્યો રસિક સુજાણ, જામા ફૂલના પે’રી		-ફૂલ૦ ૧
ફૂલનો મુગટ કુંડળ, ફૂલનાં છે કાન;
	ઓઢી ઉપરણી ફૂલોની, શોભે વાલો ભીને વાન	-ફૂલ૦ ૨
સુંગધી ફૂલોના શોભે, હૈડે સુંદર હાર;
	માથે ફૂલના તોરા, અંગે તેજનો અંબાર		-ફૂલ૦ ૩
ફૂલડાંના ગજરા બાજુ, ફૂલની છડી;
	કરે ઇન્દ્ર ઉપરથી, પ્રેમે ફૂલની ઝડી		-ફૂલ૦ ૪
ફૂલડાંનાં ઝાંઝર ચરણે, પે’રી સુંદર શ્યામ;
	મુક્તાનંદને વાલે કીધું, ઘેલું ગોકુળ ગામ		-ફૂલ૦ ૫

 

મૂળ પદ

ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )


-Select-
Studio
Audio
0
0