એ કપટીની વાતુ રે, ન જાણી આગળથી;૪/૯

 ૨૪૭૦ ૪/૯ પદ : ૪

એ કપટીની વાતુ રે, ન જાણી આગળથી;
જાઇ કોઇકના ઠાર્યા રે મુને મેલી બળતી.
મુજને વિસારી રે, પ્યારી કરી બીજીને;
દુઃખના દરિયામાં રે , રહી છું ભીંજીને. 
કહેવાનું બીજું રે, કે ત્રીજું કરવાનું;
એને લક્ષણ પડિયું રે , બીજે ઘરે ફરવાનું. 
હૈડામાં હુન્નર રે, કે એને બહોત ભર્યા;
પેલી પ્રીત કરીને રે , એણે મારા પ્રાણ હર્યા. 
ગયા વ્રહ વશ મુને રે, કે ઉભી મેલીને;
સોહાગણ કીધી રે , કોઇ અલબેલીને. 
કોઇને વશ થઇને રે , પિયે સુધ વિસારી;
બ્રહ્માનંદ વ્રહડાને રે, કે બાણેથી મારી. 

 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી