કોઇથી હશી ખેલે રે, કે કોઇથી ઉદાસ ફરે;૫/૯

૨૪૭૧  ૫/૯           પદ : ૫
 
કોઇથી હશી ખેલે રે, કે કોઇથી ઉદાસ ફરે;કે કોઇથી રહે છેટે રે, કોઇ ઘરે વાસ કરે.          
જેટલી મુખ બોલે રે, કે હેલી વાતલડી;તે સરવે જાણો રે , કે એની ઘાતલડી.                      
જીવવાને ઇચ્છો રે , તો કાને માં ધરજો;મરવું જેને વહાલું રે હોય તો તે કરજો.                  
મુને દાહ દેઇ ગયા રે, બુઝ્યો કોઇના તનનો;કોઇ પાર ન પામે રે, સખી એના મનનો.        
વાંકી એની વાતું રે, વિચારમાં નવ આવે;જેને સમજાયે રે , તે સરવે તજી જાવે.                  
અમે શું લીધું રે , કે બીજીએ શું દીધું;બ્રહ્માનંદના વહાલે રે , કે કઠણ હૈયુ કીધું.                   ૬ 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી