કાંતો વેલા આવી રે, કે દરશનિયાં દેજો;૭/૯

 
૨૪૭૩ ૭/૯           પદ : ૭
 
કાંતો વેલા આવી રે, કે દરશનિયાં દેજો;
કાંતો જેમ તેમ કરીને રે, કે તેડાવી લેજો.                   ૧
જીવાડવા ઇચ્છો રે, તો વાનું એક કરો;
નહીં તો વાલમજી રે , કે જાશે જીવ ખરો.            
મુને વ્રેહને બાણે રે, ગયા છો મારીને;
કેને આગે જાઇને રે, કહું પોકારીને .                    
એ પીડાની વાતું રે , સંસારથી ન્યારી છે;
ઓષડ ન લાગે રે, કે વેદના ભારી છે.                  
વિરહી જનની પીડા રે, વિરહી જન જાણે રે;
કે જાણે મેરમ રે, મારી જેને બાણે રે.                    
જેણે બાણ જ માર્યુ રે , તેથી પીડાં ટળશે;
બ્રહ્માનંદ તો જીવે રે, જો વાલમજી મળશે.                ૬ 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી