જો કોઇ વધાઇ રે, દિયે મારા નાવ તણી;૮/૯

૨૪૭૪ ૮/૯           પદ : ૮
 
જો કોઇ વધાઇ રે, દિયે મારા નાવ તણી;
તો જાણું જીવાડી રે, કે દીધી મોજ ઘણી.              ૧
પિયા મળવાને કાજે રે, કે અંતર આતુરતા;
આ આંખે દેખુ રે, કેદી લટકાં કરતા.                    ૨
દુઃખડાની ઝાળે રે, કે બાહેર માંહી બાળી;
તે જાણે સાંઇયાં રે, કે નારી વ્રેહવાળી.                  ૩
જેવી વ્રેહની પીડા રે, તેવી નહીં ભાલાની;
સાંભરતાં સાલે રે, કે વાતડી વહાલાની.                ૪
જડીબુટ્ટીની એલમ રે, તેથી નવ ફેર પડે;
પ્રીતમની પીડા રે, કે દિન ને રેણ નડે.                   ૫
બ્રહ્માનંદ કહે વેદના રે , કે અદકી તીર થકી;
જાણે મીનને નાંખ્યુ રે, કે છેટે નીર થકી.               ૬ 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી