જેમ ચંદ વિનાનો રે , ચકોર દુઃખી મનમાં;૯/૯

૨૪૭૫ ૯/૯           પદ : ૯
 
જેમ ચંદ વિનાનો રે , ચકોર દુઃખી મનમાં;
ફરે દરદનો માર્યો રે, વ્યાકુલ વનવનમાં.             ૧
એમ વ્રહની પીડા રે, કે જેને ઉર વ્યાપે;
તનડાને બાળે રે, કાળજડું કાપે.                      
બીજું કાંઇ દિલમાં રે, કે ગોઠે નહીં તેને;
પ્રીતમ પરદેશે રે, કે વ્રેહ વાધ્યો જેને.                
વિજોગની વેંધી રે , કે જીવે કેઇ રીતે;
ચિત્તડું ચોરાણું રે, કે ગિરિધરને ગીતે.                
વ્રેહવંતી નારી રે, કહે કેને વાતડલી;
અબળા એકલડી રે, જાયે કેમ રાતલડી .            ૫
રોકી કેમ કરી રાખું રે, નેણુંનાં પાણીને;
બ્રહ્માનંદનો વહાલો રે, નાવ્યા શું જાણીને.         ૬ 

મૂળ પદ

ગોકુલથી ગિરિધર રે, મથુરા જઇ રહ્યા;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી