નેણને બાણે રે મારી નેણને બાણે મુને મોહનજી મરમાળે મારી, નેણને બાણે..૩/૪


નેણને બાણે રે, મારી નેણને બાણે;
	મુને મોહનજી મરમાળે, મારી નેણને બાણે		-નેણ૦ ૧
નેણુંને નઝારે પ્રીતમ, પ્રાણ હર્યા મારા;
	એક ઘડી અલબેલો વાલો, નહિ મેલું ન્યારા	-નેણ૦ ૨
નંદકુવંરનાં નેણું કેરાં, જાદુડાં ભારી;
	એની આંખડિયુંને જોતાં, સર્વે મોહી રહી નારી	-નેણ૦ ૩
જોયા વિના જંપ ન થાય, શું કરીએ બેની;
	હું તો વાલાને વશ થઈ છું, લાગી મોહની એની	-નેણ૦ ૪
મુક્તાનંદને વાલે મારું, ચિત્ત લીધું ચોરી;
	એનું મુખ જોઈ જીવું, જેમ ચંદ ચકોરી		-નેણ૦ ૫
 

મૂળ પદ

ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી