તમે કામણગારા કાન, કામણ જાણો છો;૨/૪

૨૪૭૭ ૨/૪ પદ : ૨
તમે કામણગારા કાન, કામણ જાણો છો;
રૂડી મોરલડીને તાન, ચિતડાં તાણો છો.
બીજે છોગાં મેલી છેલ, નિત્ય પધારો છો;
અમને છેટે રહીને શીદ, મેહેણાં મારો છો.
વારી કોઇને ઘેર જાઇ નાથ, ખાંતે ખેલો છો;
વહાલા નવા કરો છો નેહ, જૂનાને મેલો છો.
તમે પડોશણને પાસ, નિશ દિન રહો છોજી;
આવી અમ આગે અલબેલ, કુડું કુડું કહો છોજી.
જાણ્યાં જાણ્યાં તમારા કામ, જાદુગારાજી;
તમે ધુત્યું ગોકુળ ગામ, છો ધુતારાજી.
આવા મુંઘા થયા છો માવ, અમ ઘર આવંતા;
બ્રહ્માનંદ કહે બીજા કેડ, ડોલો ગાવંતા.

મૂળ પદ

વહાલા અમ સાથે રે, અલબેલ આંટી રાખો છે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી