તમે શું સમજીને શ્યામ, આડા આવો છો;૩/૪

૨૪૭૮ ૩/૪ પદ : ૩
તમે શું સમજીને શ્યામ, આડા આવો છો;
વારી એકલડાં વનમાંહી, શીદ બોલાવો છો.
મારે માથે મહીનો માટ, જો જો ફોડંતા;
તમે નિશ દિન નવરા નાથ, ડોલો દોડંતા.
આવી બાઝોમાં અલબેલ, વાટે વહેતાને;
વહાલા ઝાઝી થઇ છે વાર, અમને સહેતાને.
જ્યારે મુખડાંની મહારાજ, ગાળ્યો સાંભળશો;
ત્યારે સમજીને તતકાળ , વહાલમજી વળશો.
તમે સુધા થયા છો છેલ, હમણાં શામળિયા;
વહાલા છળ કરવાં અમ સાથ, શીખ્યા છો છળિયા.
માનો બ્રહ્માનંદના નાથ એમાં નહીં સારું ;
તમે ખાઇને થયા છો ખૂબ, મહીમાખણ મારું.

મૂળ પદ

વહાલા અમ સાથે રે, અલબેલ આંટી રાખો છે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી