ઓરા આવોને નંદજીના લાલ, કાંઇ કહેવું છે;૪/૪

 ૨૪૭૯   ૪/૪                      પદ : ૪

ઓરા આવોને નંદજીના લાલ, કાંઇ* કહેવું છે;
મારે એકાંતે તમ પાસ, રસિયા રહેવું છે.
તમે લટકે વજાણી વેણ, મનડુ મ્હોવાને;
સુણી આવી છું અલબેલ, મુખડું જોવાને.   
મુને લાગે છે પ્યારી લાલ, મુખની વાતલડી;
તમને મળવા કારણ માવ, હરખે છાતલડી.             
વહાલા તમ વિના ત્રિભુવનરાય , પળ નથી રહેવાતું;
તમે છેટે રહો છો શ્યામ, એ દુઃખ નથી સેહેવાતું . 
મારું મન લોભાણું માવ, માને નહીં બીજે ;
કાના આવોને એકાંત, ગોઠડલી કીજે       
વારી બ્રહ્માનંદના નાથ, દુઃખડાં કાપોને;
વહાલા મેર કરીને મોરાર, દરશન આપોને. 
*             ‘કાંઇક ‘ ઇતિ પાઠાંતર .

 

 

મૂળ પદ

વહાલા અમ સાથે રે, અલબેલ આંટી રાખો છે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી