પ્રીતડી વાઘી રે મારે પ્રીતડી વાઘી સખી શામળિયા સંગાથે મારે, પ્રીતડી વાઘી ..૪/૪

પ્રીતડી વાધી રે, મારે પ્રીતડી વાધી;
	સખી શામળિયા સંગાથે, મારે પ્રીતડી વાધી	-પ્રીત૦ ૧
નંદકુંવર નવરંગી સંગે, લાગી રંગઝડી;
	મારે ગોવરધનધારી, શું ગાંઠ પ્રેમની પડી		-પ્રીત૦ ૨
હૈડા કેરો હાર મોહન, નહિ મેલું ન્યારો;
	મારા જીવડલા સંગાથે, જડયો નંદદુલારો		-પ્રીત૦ ૩
સુંદરવરને સંગે મારું, અંગ રહ્યું ફૂલી;
	એને સુખે હું સંસાર, કેરો મારગડો ભૂલી		-પ્રીત૦ ૪
મુક્તાનંદને પ્યારે પ્રેમે, બાંહ્ય ગ્રહી મારી;
	પ્રીતમને પ્રતાપે સહેજે, થઈ રહી જગન્યારી	-પ્રીત૦ ૫

 

મૂળ પદ

ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી