વાલીડા વેરો કીધો રે, કુંજવિહારી૧/૪

૨૫૧૫ ૧/૪ પદ : ૧ રાગ કાફી.
વાલીડા વેરો કીધો રે, કુંજવિહારી. વા.
નિરમોહી નાથ તમને તે શું ઘણું કહીએ રે, વિચારી મનમાં રહીએ રે. કું. ૧
નિરમોહી નાથ પહેલાં તે લાડ લડાવ્યાં, વળતા તો વિસરાવ્યાં રે . કું. ૨
નિરમોહી નાથ અમૃત પાઇને મોટા કીધાં , વિજોગે વિષ કીધાં રે. કું. ૩
નિરમોહી નાથ વહેલા પધારી દરશન દેજો, કાં તો તેડાવી લેજો રે. કું . ૪
નિરમોહી નાથ બ્રહ્માનંદની એ છે અરજી, સાંભળજો હોય મરજી રે. કું . ૫

મૂળ પદ

વાલીડા વેરો કીધો રે, કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0