જીવનજી તમને જાણ્યા રે છેલ ગુમાની.૩/૪

૨૫૧૭ ૩/૪   પદ : ૩
 
જીવનજી તમને જાણ્યા રે છેલ ગુમાની.                                           જી.
ગુમાની છેલ પહેલાં અમૃત રસ પાઇ , ગયા છો તમે વાઇ રે.              છે. ૧
ગુમાની છેલ મનડાં અમારાં તમે લઇને, બેઠા છો મથુરા જઇને રે .      છે. ૨
ગુમાની છેલ વ્રેહડાંની પીડ ન જાણી, ગયા છો મન તાણી રે.               છે. ૩
ગુમાની છેલ અમે આવીને તમને વરિયાં , તમેં તો છેતરિયાં રે .   છે. ૪
ગુમાની છેલ બ્રહ્માનંદના વહાલા લ્હેરી, થયા છો તમે શે'રી રે.            છે. ૫ 

મૂળ પદ

વાલીડા વેરો કીધો રે, કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી