તેડીને અકાંત કેજો રે ઉધા માવને, માવનેજી, માવનેજી, માવનેજી;૨/૪

૨૫૨૪ ૨/૪ પદ : ૨
તેડીને અકાંત કેજો રે ઉધા માવને, માવનેજી, માવનેજી, માવનેજી;
કેજો રે ઉધા માવને. ટેક.
મથુરા જાઇને રે તમે કઠણ થયા છો વહાલા રે;
રાંકુની સુણતા નથી રાવનેજી. કે. ૧
કોલ દઇને તમે શું કહી ગયા'તા કાના રે;
ધન્ય છે જો તમારા ઠેરાવનેજી. કે. ૨
અમે રે આહીરડાં ભોળાં, કાંઇ નવ જાણું રે;
વહાલા તમેં તો સાચવિયો ભલો દાવનેજી. કે. ૩
બ્રહ્માનંદનારે વહાલા કુબજાના સંગે રહીને રે;
ભજવ્યો તે તમે રૂડો ભાવનેજી. કે. ૪

મૂળ પદ

વાલપની વાત કહેજો રે ઉધા કાનને , કાનનેજી, કાનનેજી , કાનનેજી ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી