અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર, ઝૂકી આવી આકાશમાં ૨/૧૩

અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર;
	ઝૂકી આવી આકાશમાં, મેઘ ઘટા ચહુ કોર...૧
હળ ઝૂત્યાં ફળ પાકિયાં, પાલવિયાં વન પાન;
	એ રતે પ્રીતમ આવિયે, કરુણાસાગર કાન...૨
પ્રેમ સુધારસ પાઈને, મોટાં કીધાં હો માવ;
	મેલીને મથુરા ગયા, ન ઘટે મારા નાવ...૩
અંતરમાં રે’તો નથી, એક ઘડી આરામ;
	બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી