સુખ પામી રે સખી ! સુખ પામી હું તો શામળિયાને શરણે જાતાં સુખ પામી..૩/૪

સુખ પામી રે, સખી ! સુખ પામી;
	હું તો શામળિયાને શરણે જાતાં સુખ પામી	...ટેક.
શરણાગતને પાળે, સદા બહુનામી;
	મારે હરિનો ઉપર હાથ, કશી ન રહી ખામી	...સુખ૦ ૧
તપ ને તીરથ મેં તો, કાંઈ ન કીધું;
	મારે ઘેર બેઠા શ્યામ થકી, કારજ સીધું		...સુખ૦ ૨
સંસારીનું સુખડું જૂઠું, આવે ને જાયે;
	હરિનો અખંડ સોહાગ કે દી, કાળ ન ખાયે	...સુખ૦ ૩
મુક્તાનંદ કહે હરિ હરિજનની, ગતિ છે ન્યારી;
	એને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી		...સુખ૦ ૪

 

મૂળ પદ

લગની લાગી રે મારે લગની લાગી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
5
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
ગોડી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સુખ પામી રે
Studio
Audio
0
1